Get The App

'હું ગમે ત્યારે...', T20 વર્લ્ડ કપ માટે શિવમ દુબેનો મોટો દાવો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
'હું ગમે ત્યારે...', T20 વર્લ્ડ કપ માટે શિવમ દુબેનો મોટો દાવો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2024 શુક્રવાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરૂવારે રમાયેલી ટી20માં શિવમ દુબેએ કમાલ કરી દીધી. શિવમ દુબેના કારણે ભારતે અફઘાનિસ્તાનને 15 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યુ. શિવમ દુબે ભારતની જીતના હીરો રહ્યા. શિવમે પહેલી બોલિંગમાં 2 ઓવરમાં 9 રન આપીને એક વિકેટ લીધી અને પછી 40 બોલમાં 60 રન બનાવીને અપરાજિત થઈને પરત ફર્યા. તેમના આ દમદાર પ્રદર્શનના કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો. મેચ બાદ શિવમે 2024 ટી20 વર્લ્ડ કપ માટે હૂંકાર કર્યો. 

અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ શિવમ દુબેએ કહ્યુ, મને ખબર છે કે હું ટી20 ક્રિકેટમાં કઈ રીતે બેટિંગ કરુ છુ. હુ જાણુ છુ કે હું મોટી-મોટી સિક્સર મારી શકુ છુ. તેથી હું કોઈ પણ સમયે રન બનાવી શકુ છુ. આજે મને તક મળી અને મે તે કર્યું જેની મને જરૂર હતી.

શિવમે મોહાલીની ઠંડી વિશે કહ્યુ, હકીકતમાં ઠંડી ખૂબ છે. મને આ મેદાન પર રમવાની મજા આવી. લાંબા સમય બાદ રમતા અને ચોથા નંબરે બેટિંગ કરતા મારી ઉપર થોડુ દબાણ હતુ. મારા મનમાં એક વાત હતી કે મારે મારી નેચરલ ગેમ રમવાની છે. પહેલા 2-3 બોલ પર મને થોડુ દબાણ અનુભવાયુ. તે બાદ હુ માત્ર બોલ પર ધ્યાન કેન્દ્રિત કરુ છુ અને જે થઈ રહ્યુ છે તે વિશે વધારે વિચારતો નથી. 

આ રીતે ભારતે પહેલી ટી20 જીતી

અફઘાનિસ્તાને મોહાલી ટી20માં પહેલા રમ્યા બાદ 20 ઓવરમાં 5 વિકેટ પર 158 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 17.3 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો. જોકે, 14 મહિના બાદ ટી20 ટીમમાં વાપસી કરનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયા. શુભમન ગિલે 12 બોલમાં 23, તિલક વર્માએ 22 બોલમાં 26 અને જિતેશ શર્માએ 20 બોલમાં 31 રનની ઈનિંગ રમી. અંતમાં શિવમ દુબે 60 અને રિંકુ સિંહ 16 રન પર અપરાજિત પાછા ફર્યા.


Google NewsGoogle News