Get The App

આ સ્ટાર ક્રિકેટરને આંખે દેખાતું થયું ઓછું, બૅટિંગ કરતી વખતે પડી હતી મુશ્કેલી

શાકિબે વર્લ્ડકપની 7 મેચોમાં 26.57ની એવરેજથી 186 રન બનાવ્યા હતા

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
આ સ્ટાર ક્રિકેટરને આંખે દેખાતું થયું ઓછું, બૅટિંગ કરતી વખતે પડી હતી મુશ્કેલી 1 - image
Image:File Photo

Shakib Al Hasan : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસનનું પ્રદર્શન ODI World Cup 2023માં કંઈ ખાસ ન હતું. તે ODI World Cup 2023માં મોટા ભાગની મેચમાં બેટિંગ દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેના આ સંઘર્ષ પાછળનું કારણ શું હતું તે અંગે પોતે શાકિબે ખુલાસો કર્યો છે.

આંખની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો શાકિબ અલ હસન

બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનો કેપ્ટન શાકિબ અલ હસન સમગ્ર ODI World Cup 2023 દરમિયાન આંખની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. શાકિબે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું, 'વર્લ્ડકપની એક-બે મેચોમાંમાં નહીં પરંતુ સમગ્ર વર્લ્ડકપ દરમિયાન મને આંખોની સમસ્યા હતી. મને બેટિંગ દરમિયાન ખુબ મુશ્કેલીની સામનો કરવો પડ્યો હતો.'

'ડોકટરે મને તણાવ ઓછુ કરવા સલાહ આપી હતી'

શાકિબે વધુમાં કહ્યું, 'જયારે હું ડોક્ટર પાસે ગયો તો તેણે મને કહ્યું કે મારા કોર્નિયા અથવા રેટિનામાં પાણી ભરાઈ ગયું છે. તેણે મને આંખમાં નાખવા માટે ડ્રોપ આપ્યા અને મને તણાવ ઓછો કરવા કહ્યું હતું. મને વિશ્વાસ ન હતો કે આ જ કારણ છે. પરંતુ ODI World Cup 2023 પછી જયારે મેં અમેરિકામાં આની ફરી તપાસ કરાવી તો આવી કોઈ સમસ્યા સામે આવી ન હતી.'

શાકિબે 2019ના વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

શાકિબ અલ હસને ODI World Cup 2019માં 11 વિકેટ ઝડપી હતી અને આ સાથે 606 રન પણ બનાવ્યા હતા. જયારે તે ODI World Cup 2023માં ઈજાના કારણે 2 મેચમાં બહાર હતો. શાકિબે વર્લ્ડકપની 7 મેચોમાં 26.57ની એવરેજથી 186 રન બનાવ્યા હતા.

આ સ્ટાર ક્રિકેટરને આંખે દેખાતું થયું ઓછું, બૅટિંગ કરતી વખતે પડી હતી મુશ્કેલી 2 - image


Google NewsGoogle News