Get The App

'કોઈના જવાથી કોઈ ફરક નથી પડતો...', હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવા પર મોહમ્મદ શમીનું નિવેદન

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
'કોઈના જવાથી કોઈ ફરક નથી પડતો...', હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવા પર મોહમ્મદ શમીનું નિવેદન 1 - image


Mohammed Shami on Hardik Pandya : ગત દિવસોમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા છે. આ પહેલા તેઓ ગુજરાત ટાઈટન્સનો ભાગ હતા. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઈટન્સમાં સતત 2 વખત ફાઈનલમાં પહોંચી, પરંતુ હવે આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાને ગુજરાત ટાઈટન્સ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ યુવા બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સે પોતાનો કેપ્ટન બનાવ્યો છે. આઈપીએલ 2024 સીઝનમાં શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સની આગેવાની કરતો નજરે પડશે.

'કોઈના જવાથી કોઈ ફરક નથી પડતો...'

પરંતુ સૌથી મોટો સવાલ છે કે, શું હાર્દિક પંડ્યા વગર ગુજરાત ટાઈટન્સ સારું પ્રદર્શન કરી શકશે? આ સવાલનો જવાબ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આપ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પત્રકાર મોહમ્મદ શમીને પૂછે છે કે, હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સમાંથી ગયા બાદ કેટલો ફરક પડશે? આ સવાલના જવાબમાં મોહમ્મદ શમી કહે છે કે, કોઈના જવાથી કોઈ ફરક નથી પડતો.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સે કર્યો ટ્રેડ

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં આઈપીએલ ઓક્શનનું આયોજન થયું. આ ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સે ટ્રેડ કર્યો. ત્યારે, ગત સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમનારા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ બન્યા. જોકે, હાર્દિક પંડ્યા પોતાની જૂની ટીમમાં પરત ફર્યા છે. હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સની સાથે કરી હતી. તેઓ પહેલીવાર આઈપીએલ 2015 સીઝનમાં રમ્યા હતા.


Google NewsGoogle News