World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન

વર્લ્ડ કપ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે

જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે બેટિંગ અને બોલિંગના 9 અલગ-અલગ માપદંડોમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ ટોચ પર છે

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 1 - image


1. સૌથી વધુ રન: વર્લ્ડ કપ 2023માં રન બનાવવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે 10 મેચમાં 711 રન બનાવ્યા છે. તે બીજા નંબરના ખેલાડી કરતાં 100+ રનથી આગળ છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 2 - image

2. સૌથી વધુ વિકેટ: મોહમ્મદ શમી આ મામલે નંબર-1 છે. તેમણે 6 મેચમાં 23 વિકેટ લીધી છે. બીજા સ્થાને એડમ ઝમ્પા છે, જેના ખાતામાં 22 વિકેટ છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 3 - image

3. સૌથી વધુ છગ્ગાઃ આ બાબતે રોહિત શર્મા પ્રથમ સ્થાન પર છે. આ વર્લ્ડ કપમાં હિટમેને 28 સિક્સર ફટકારી છે. બીજા સ્થાને પણ ભારતીય બેટ્સમેન છે, શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં 24 સિક્સર ફટકારી છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 4 - image

4. બેસ્ટ બોલિંગ ઇનિંગ્સઃ અહીં પણ નામ મોહમ્મદ શમીનું છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં 57 રનમાં 7 વિકેટ લઈને તેણે આ વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલર તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 5 - image

5. સૌથી વધુ બેટિંગ એવરેજઃ વિરાટ કોહલીનું નામ અહીં આવે છે. કિંગ કોહલી આ વર્લ્ડ કપમાં 101.57ની અવિશ્વસનીય બેટિંગ એવરેજથી રન બનાવી રહ્યા છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 6 - image

6. બેસ્ટ ઈકોનોમી રેટ: જો આપણે વર્લ્ડ કપ 2023માં 10થી વધુ ઓવર ફેંકનારા બોલરોનું વિશ્લેષણ કરીએ તો જસપ્રીત બુમરાહનો ઈકોનોમી રેટ સૌથી સારો રહ્યો છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી બુમરાહે પ્રતિ ઓવર 3.98 રનની એવરેજથી રન કર્યા છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 7 - image

7. સૌથી વધુ 50+ ઇનિંગ્સ: વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં 10 ઇનિંગ્સમાં 8 વખત 50 થી વધુ રન બનાવ્યા છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 8 - image

8. બેસ્ટ બોલિંગ એવરેજઃ અહીં ફરી એકવાર મોહમ્મદ શમીનું નામ આવે છે. આ વર્લ્ડ કપમાં 10થી વધુ ઓવર ફેંકનારા બોલરોમાં શમીએ શ્રેષ્ઠ બોલિંગ એવરેજ સાથે વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ 9.13 રહી છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 9 - image

9. શ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઈક રેટઃ શમી આ મામલે પણ ટોચ પર છે. વર્લ્ડ કપ 2023માં 10 થી વધુ ઓવર ફેંકનાર બોલરોમાં તે શ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઈક સાથે વિકેટ લેનાર ખેલાડી છે. તેણે દરેક 11મા બોલ પર એક વિકેટ લીધી છે.

World Cup 2023 Stats: બેટિંગથી લઈને બોલિંગ સુધી, વર્લ્ડ કપ 2023ના 9 મામલાઓમાં ભારતીય ટીમ છે નંબર-વન 10 - image


Google NewsGoogle News