Get The App

WI vs ENG: જેસન હોલ્ડરની અનોખી હેટ્રિક, સતત 4 બોલમાં 4 વિકેટ

Updated: Jan 31st, 2022


Google News
Google News
WI vs ENG: જેસન હોલ્ડરની અનોખી હેટ્રિક, સતત 4 બોલમાં 4 વિકેટ 1 - image


નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2022 સોમવાર

વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર જેસન હોલ્ડરે ઈતિહાસ રચી દીધો છે. 30 વર્ષીય હોલ્ડર ટી20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર વેસ્ટઈન્ડિઝના પહેલા બોલર બની ગયા છે. તેમણે હેટ્રિક બનાવી 4 બોલમાં 4 વિકેટ લેવાનો નવો ઈતિહાસ રચ્યો. જેસન હોલ્ડરે ઈંગલેન્ડ સામેની સિરીઝના 5મી અને અંતિમ મેચમાં આ સિદ્ધિ મેળવી.

કિંગ્સટન ઓવલ, બ્રિજટાઉનમાં 180 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 20 રનની દરકાર હતી અને તેના 4 વિકેટ બાકી હતા. 20મા અને નિર્ણાયક ઓવર જેસન હોલ્ડર નજીક હતુ. તેમણે તે ઓવરના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર સતત વિકેટ લેવાનુ કારનામુ કર્યુ. હોલ્ડરની આ મારક બોલિંગથી ઈંગલેન્ડની ટીમ 162 રન પર પતી ગઈ અને વિન્ડિઝે આ મેચ 17 રનથી જીતી લીધી. સાથે જ આ સિરીઝ પર 3-2 થી કેરેબિયાઈ ટીમનો કબ્જો થયો.

5 બોલ પર 5 વિકેટ લેવાની તક મળી નહીં

હોલ્ડરને પાંચ બોલ પર પાંચ વિકેટ લેવાની તક મળી નહીં, કેમ કે ઈંગલેન્ડની સમગ્ર ટીમ આઉટ થઈ ચૂકી હતી. આ ઓલરાઉન્ડરે 2.5 ઓવરમાં 27 રન આપીને પાંચ વિકેટ લીધી.

Tags :