Los Angeles Olympics : ક્રિકેટની 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં એન્ટ્રી થવાની સંભાવના, 2028ની ગેમ્સમાં સામેલ કરવાની જાહેરાત થઈ શકે

IOCને 2024 ઓલિમ્પિક માટે ભારત સાથેના બ્રોડકાસ્ટ કરારમાં 15.6 મિલિયન પાઉન્ડ મળવાની અપેક્ષા છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
Los Angeles Olympics : ક્રિકેટની 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં એન્ટ્રી થવાની સંભાવના, 2028ની ગેમ્સમાં સામેલ કરવાની જાહેરાત થઈ શકે 1 - image
Image:File Photo

Cricket Games In Los Angeles Olympics : ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરી શકાય છે. ક્રિકેટ ઉપરાંત ફ્લેગ ફૂટબોલ, બેઝબોલ અને સોફ્ટબોલનો પણ સમાવેશ કરી શકાય છે. વર્ષ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સ યોજાવાની છે. મળેલા અહેવાલ મુજબ ક્રિકેટને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના 141મા સત્રમાં આની જાહેરાત કરવામાં આવશે. આ સત્ર મુંબઈમાં આયોજિત થવાનું છે.

128 વર્ષ પહેલા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું

ક્રિકેટને ઓલિમ્પિકમાં 128 વર્ષ પહેલા સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 1900માં ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યો હતો. મળેલા અહેવાલો મુજબ ઓલમ્પિકમાં મેન્સ અને વુમન્સની સ્પર્ધા T20ના ફોર્મેટમાં થશે. એવું માનવામાં આવે છે કે ક્રિકેટને ઓલમ્પિકનો ભાગ બનાવીને, IOC દક્ષિણ એશિયાના પ્રેક્ષકોને આકર્ષવા અને બ્રોડકાસ્ટ કરારમાંથી મોટી કમાણી કરશે. ક્રિકેટના સમાવેશ સાથે પેરિસ ઓલિમ્પિક 2024ના પ્રસારણ અધિકારો 158.6 કરોડ રૂપિયાની સામે 2028માં 1525 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ICCએ વ્યક્ત કરી ખુશી

ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે ICCએ લોસ એન્જલસ 28 ઓર્ગેનાઇઝિંગ કમિટીની ભલામણ પર ખુશી વ્યક્ત કરી છે. ICCના ચેરમેન ગ્રેગ બાર્કલેએ કહ્યું કે બે વર્ષની પ્રક્રિયા અને LA28 આયોજક સમિતિ સાથે કામ કર્યા બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. તેણે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે IOCને મોકલી દીધો છે. અમે ભારતમાં યોજાનાર IOC સત્રની રાહ જોઈ રહ્યા છીએ.

Los Angeles Olympics : ક્રિકેટની 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં એન્ટ્રી થવાની સંભાવના, 2028ની ગેમ્સમાં સામેલ કરવાની જાહેરાત થઈ શકે 2 - image


Google NewsGoogle News