Get The App

MI vs DC: દિલ્હી કેપિટલ્સના આ બેટ્સમેને હાર્દિક પંડ્યાને પ્રથમ ઓવરમાં જ હંફાવ્યો, જાણો કેટલા રન બનાવ્યા

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
MI vs DC: દિલ્હી કેપિટલ્સના આ બેટ્સમેને હાર્દિક પંડ્યાને પ્રથમ ઓવરમાં જ હંફાવ્યો, જાણો કેટલા રન બનાવ્યા 1 - image


MI vs DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સના ઓપનર જેક ફ્રેજર મેકગર્કે આકર્ષક બેટિંગથી મુંબઈ ઈન્ડિયન્સને અચંબામાં મૂકી છે. મેકગર્કે જોરદાર બેટિંગ કરતાં 27 બોલમાં 84 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાની પ્રથમ ઓવરમાં જ મેકગર્કે અફલાતૂન બેટિંગ કરી હતી. માત્ર 15 બોલમાં જ 50 રન બનાવી મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સને થકાવી દીધા હતા. 

હાર્દિકને મેકગર્કે હંફાવ્યો

હાર્દિક પંડ્યાએ મુંબઈ માટે પાવર પ્લેમાં પાંચમી ઓવરમાં બોલિંગ કરી હતી. જેમાં મેકગર્કે પ્રથમ બોલમાં જ હાર્દિકને ચોંકાવતી બેટિંગ કરી હતી. બીજો બોલ ડોટ રહ્યો હતો, પરંતુ ત્રીજા બોલમાં સિક્સ ફટકારી હતી. ચોથો બોલ ડોટ રહ્યો અને પાંચમા અને છઠ્ઠા બોલમાં ચોકો અને સિક્સ મારી એક ઓવરમાં કુલ 20 રન બનાવ્યા હતા.

મેકગર્ક દ્વારા હાર્દિક પંડ્યાની ધોલાઈ જોતાં મુંબઈના પૂર્વ કેપ્ટન નિરાશ જોવા મળ્યા હતા. મેકગર્કની બેટિંગ સામે જસપ્રીત બુમરાહ જેવા ધુરંધર પણ નિષ્ફળ રહ્યા હતા.

દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટમાં 257 રન બનાવ્યાં

અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતી બોલિંગ લીધી હતી. જેમાં દિલ્હી કેપિટલ્સે 4 વિકેટમાં 257 રન બનાવ્યા હતા. 5.54 વાગ્યા સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સે 2.1 ઓવરમાં 33 રન બનાવ્યા હતા.


Google NewsGoogle News