રોહિત-ગિલ સામે અંગ્રેજ બોલરો પરાસ્ત, બંનેએ આક્રમક સદી સાથે બનાવ્યાં અનેક રેકોર્ડ

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની 48મી સદી ફટકારી છે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
રોહિત-ગિલ સામે અંગ્રેજ બોલરો પરાસ્ત, બંનેએ આક્રમક સદી સાથે બનાવ્યાં અનેક રેકોર્ડ 1 - image

IND vs ENG Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતની પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર રમત રમતા સદી ફટકારી હતી. રોહિતે 154 બોલમાં સદી ફટકારી છે, જેમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલે પણ 137 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ખાસ વાત એ છે કે, આ ટેસ્ટ સીરિઝમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી.

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધા

રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 48મી સદી હતી. તેમાંથી રોહિતે ઓપનર તરીકે 43 સદી ફટકારી છે. રોહિત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો, જેણે ઓપનર તરીકે 42 સદી ફટકારી હતી. 

રોહિત શર્માએ દ્રવિડ-ગાવસ્કરની બરાબરી કરી હતી

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતીય ઓપનરોની યાદીમાં પહેલા સ્થાને આવી ગયો છે. તેમણે સુનીલ ગાવસ્કરની બરાબરી કરી લીધી છે. ગાવસ્કરે ઓપનર તરીકે ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ ક્રિકેટમાં સદી પણ ફટકારી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે રોહિત હવે રાહુલ દ્રવિડની બરાબરી પર પહોંચી ગયા છે.

શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી સદી ફટકારી

શુભમન ગિલે શોએબ બશીર સામે ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી હતી. ભારતમાં તેના નામે ત્રણ સદી છે, જ્યારે ઈંગ્લેન સામે આ તેમની બીજી સદી છે. અગાઉ વિશાખાપટ્ટનમના આ જ સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે તેમણે પ્રથમ સદી પણ ફટકારી હતી. વર્ષ 2021 પછી ભારતીય ટીમ માટે સૌથી વધુ સદી ફટકારનાર રોહિત શર્મા બાદ શુભમન ગિલ ચાર સદી સાથે બીજા સ્થાને છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારત દ્વારા સૌથી વધુ સદી

રોહિત શર્મા- 9

વિરાટ કોહલી- 4

મયંક અગ્રવાલ- 4

શુભમન ગિલ- 3


Google NewsGoogle News