Get The App

ટી-20 વર્લ્ડકપમાં કોરોનાની એન્ટ્રી, શ્રીલંકા સામેની મેચ પહેલા ઓસી સ્પિનર ઝામ્પા સંક્રમિત

Updated: Oct 25th, 2022


Google NewsGoogle News
ટી-20 વર્લ્ડકપમાં કોરોનાની એન્ટ્રી, શ્રીલંકા સામેની મેચ પહેલા ઓસી સ્પિનર ઝામ્પા સંક્રમિત 1 - image


નવી દિલ્હી,તા.25.ઓક્ટોબર,2022 મંગળવાર

ટી-20 વર્લ્ડકપનો હજી તો પ્રારંભ થયો છે અને કોરોનાએ પોતાની અસર દેખાડવા માંડી છે.

આજે પર્થમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝાટકો લાગ્યો છે.ઓસી ટીમનો લેગ સ્પિનર એડમ ઝામ્પા કોરોના પોઝિટિવ થયો છે.ટીમના પ્રવકતાએ કહ્યુ હતુ કે, ઝામ્પાની તબિયત સારી નહીં લાગતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જોકે ઝામ્પાને કોરોનાના ગંભીર લક્ષણો નથી દેખાયા.આમ છતા ઝામ્પા આજની મેચમાં નહીં રમે તેવી શક્યતાઓ છે.

ઝામ્પાને ઓસી ટીમ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે તો તેને ટીમથી અલગ ટ્રાવેલિંગ કરવુ પડશે અને બાકી ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફના સંપર્કમાં ના આવે તેવુ ધ્યાન રાખવુ પડશે.

આઈસીસી દ્વારા જે નવો રુલ બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે કોઈ ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થાય તો ટીમના ડોકટરના નિર્ણયના આધારે તે મેચ રમવા ફિટ હોય તો મેચ રમી શકે છે.

શ્રીલંકા સામે રવિવારની મેચમાં આયરલેન્ડનો ખેલાડી કોરોના હોવા છતા મેદાન પર ઉતર્યો હતો.


Google NewsGoogle News