Vinesh Phogat: વિનેશ ફોગાટ મામલે નવો વળાંક, સિલ્વર મળશે કે નહીં તે મુદ્દે CASએ જુઓ શું કહ્યું

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat: વિનેશ ફોગાટ મામલે નવો વળાંક, સિલ્વર મળશે કે નહીં તે મુદ્દે CASએ જુઓ શું કહ્યું 1 - image


Vinesh Phogat Disqualification Appeal: વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાને ગેરલાયક ઠરવાના મામલે અપીલ કરી હતી. હવે વિનેશે કરેલી અપીલ પર 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ' (CAS)દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. CAS એ તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા માહિતી આપી છે કે વિનેશના કેસ અંગેનો નિર્ણય ઓલિમ્પિકના અંત પહેલા લેવામાં આવશે. આ મામલાને લઈને શુક્રવારે સુનાવણી કરવામાં આવશે.  નિર્ણય આવવાની લઈને વિલંભ થઇ શકે છે.

એક કલાકમાં નિર્ણય ન લઈ શકાય

સીએએસએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, આ મામલે શુક્રવારે સુનાવણી થશે અને ઓલિમ્પિકસના અંત પહેલા આ અંગેનો નિર્ણય આવવાની અપેક્ષા છે. આ એક એવો મામલો છે કે તેનો એક કલાકમાં નિર્ણય ન લઈ શકાય. તેણે (વિનેશ ફોગાટ) આ મામલે ઝડપી નિર્ણય લેવાની વિનંતી કરી નથી. પરંતુ આગળની પ્રક્રિયા ખૂબ ઝડપી કરવામાં આવશે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટને રાજ્યસભામાં મોકલવાની માંગ, પણ કાયદા પ્રમાણે ગેરલાયક

ઓલિમ્પિકસમાં વિનેશે શાનદાર પ્રદર્શન કર્યું હતું

પેરિસ ઓલિમ્પિકસમાં વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઈનલ મેચ જીતી હતી. તેણે સેમિ ફાઇનલમાં ક્યુબાના રેસલર યુસનેલિસ ગુજમેનને 5-0થી હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિનેશે યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી. વિનેશે જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

વિનેશે સીએએસમાં અપીલ કરી હતી 

ગેરલાયક ઠર્યા બાદ વિનેશે 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ' (CAS)માં અરજી કરી હતી. વિનેશનું વજન નિયમ કરતા 100 ગ્રામ વધુ હોવાનું સામે આવ્યું હતું. વિનેશે વજન ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. તેણે પોતાના વાળ કાપ્યા હતા, કપડા પણ નાના કર્યા હતા. પરંતુ તેમ છતાં સફળતા મળી ન હતી. 

શું છે સીએએસ?

વર્ષ 1896માં પહલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઉભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ'ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં સ્થિત છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.

Vinesh Phogat: વિનેશ ફોગાટ મામલે નવો વળાંક, સિલ્વર મળશે કે નહીં તે મુદ્દે CASએ જુઓ શું કહ્યું 2 - image


Google NewsGoogle News