નવજોત સિંહ સિદ્ધુએ આ ભારતીય ખેલાડીની બેટિંગને કરી ટ્રોલ, પોસ્ટ કરીને કહ્યું, આત્મવિશ્વાસ 100 ટકા, સ્કિલ 0 ".

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
નવજોત સિંહ સિદ્ધુએ આ ભારતીય ખેલાડીની બેટિંગને કરી ટ્રોલ, પોસ્ટ કરીને કહ્યું, આત્મવિશ્વાસ 100 ટકા, સ્કિલ 0 ". 1 - image


Navjot Singh Sidhu: નવજોત સિંહ સિદ્ધુને T20 વર્લ્ડ કપ 2024માં કોમેન્ટ્રી કરતા જોયા હશે. આ સિવાય તમે અત્યાર સુધી તેમની કોમેન્ટ્રીની પણ ઘણી મજા માણી હશે. પરંતુ હવે નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સિદ્ધુ ભારતીય ખેલાડીની બેટિંગને ટ્રોલ કરતા જોવા મળે છે. તે ભારતીય ખેલાડી બેટ્સમેન નહીં પણ બોલર છે. આ વીડિયોમાં નવજોત સિંહ સિદ્ધુ ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની બેટિંગને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

સિદ્ધુએ અર્શદીપ સિંહની બેટિંગને ટ્રોલ કરી 

જો કે કોમેન્ટ્રી દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ હંમેશા અર્શદીપ સિંહની શાનદાર બોલિંગના વખાણ કરતા જોવા મળે છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સિદ્ધુ અર્શદીપ સિંહની બેટિંગને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની મેચનો છે. સિદ્ધુએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો જેમાં લખ્યું છે: "આત્મવિશ્વાસ 100 ટકા, સ્કિલ 0 ".

T20 વર્લ્ડ કપ 2024 અર્શદીપ સિંહનું પ્રદર્શન

જો અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં બેથી વધુ વિકેટ લે છે તો તે આ સિઝનની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ પહેલા 7 મેચ રમી છે. આ 7 મેચમાં તેણે 7.50ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી છે. આ સિઝનની ટૂર્નામેન્ટમાં અર્શદીપ સિંહની સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર 9 રનમાં ચાર વિકેટ છે. જે અર્શદીપ સિંહે અમેરિકા સામે લીધો હતો.


Google NewsGoogle News