CWG 2022 Day 4 India Schedule : ચોથા દિવસે પણ ભારતના ખાતામાં વધુ મેડલ આવે તેવી આશા
બર્મિંઘમ, તા. 01 જુલાઈ 2022 સોમવાર
બર્મિંઘમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022ના ચોથા દિવસે પણ ભારતીય ખેલાડી શાનદાર પ્રદર્શનથી ગોલ્ડ જીતવાનો પ્રયત્ન કરશે. આજે ચોથા દિવસે શ્રીહરિ નટરાજ પુરુષોની 50 મીટર બેકસ્ટ્રોક ફાઈનલમાં ઉતરશે. હોકીમાં ભારતીય ટીમ શક્તિશાળી ઈંગ્લેન્ડ સામે મેદાન પર ઉતરશે. બોક્સિંગમાં અમિત પંઘાલ અને હુસામુદ્દીન મોહમ્મદ જેવા બોક્સર પોતાની કિસ્મત અજમાવશે.
વેઈટ લિફ્ટિંગ
પુરુષોની 81 કિગ્રા વજન વર્ગની મેચ: અજય સિંહ (બપોરે 2 વાગ્યાથી)
મહિલાઓની 71 કિલો વજન વર્ગની મેચ: હરજિંદર કૌર (રાત્રે 11 વાગ્યાથી)
જુડો-કરાટે
પુરુષોનુ 66 કિલો એલિમિનેશન ફાઈનલ 16: જસલીન સિંહ સૈની (બપોરે 2.30 થી)
પુરુષોનુ 60 કિલો એલિમિનેશન ફાઈનલ 16: વિજય કુમાર યાદવ (બપોરે 2:30 વાગ્યાથી)
મહિલાઓનુ 48 કિલો ક્વાર્ટર ફાઈનલ: સુશીલા દેવી (બપોરે 2.30 વાગ્યાથી)
મહિલાઓનુ 57 કિલો એલિમિનેશન ફાઈનલ 16: સુચિકા ટી (બપોરે 2.30 વાગ્યાથી)
સ્વિમિંગ
પુરુષોની 100 મીટર બટરફ્લાય હીટ 6: સાજન પ્રકાશ (બપોરે 3.51 વાગ્યાથી)
પુરુષોની 100 મીટર બટરફ્લાય હીટ 6: સાજન પ્રકાશ (બપોરે 3.51 વાગ્યાથી)
સ્કવોશ
મહિલા સિંગલ્સ પ્લેટ ક્વાર્ટર ફાઈનલ: સુનયના કુરુવિલા (બપોરે 4.30 થી)
મહિલા સિંગલ્સા ક્વાર્ટર ફાઈનલ: જોશના ચિનપ્પા (સાંજે 6 વાગ્યાથી)
ટેબલ ટેનિસ
પુરુષ ટીમ સેમિફાઈનલ (રાતે 11.30 વાગ્યાથી)
લોન બોલ: મહિલા ચાર સેમિફાઈનલ (એક વાગ્યાથી)
બોક્સિંગ
48 થી 51 કિલો ફાઈનલ 16: અમિત પંઘાલ (બપોરે 4.45)
54 થી 57 કિલો ફાઈનલ 16: હુસામુદ્દીન મોહમ્મદ (સાંજે છ વાગ્યાથી)
75 થી 80 કિલો: આશિષ કુમાર (રાત્રે એક વાગ્યાથી)
હોકી
પુરુષોનુ પુલ બી: ભારત V/S ઈંગ્લેન્ડ (રાત્રે 8.30 વાગ્યાથી)
સાયક્લિંગ
મહિલા કીરેન પહેલો રાઉન્ડ: ત્રિયક્ષા પોલ, શશિકલા અગાશે, મયૂરી લુટે (સાંજે 6:30 વાગ્યાથી)
પુરષોની 40 કિમી પોઈન્ટ રેસ ક્વોલિફાઈંગ: નમન કપિલ, વી કેંગલકુટ્ટી, દિનેશ કુમાર, વિશ્વજીત સિંહ (સાંજે 6.52 વાગ્યાથી)
પુરુષોની 100 મીટર ટાઈમ ટ્રાયલ ફાઈનલ: રોનાલ્ડો એલ, ડેવિડ બેકહમ (રાત્રે 9.37 વાગ્યાથી)
મહિલાઓની 10 કિમી સ્ક્રેચ રેસ ફાઈનલ: મીનાક્ષી (રાત્રે 9.37 વાગ્યાથી)
સ્વિમિંગ- પેરા-સ્વિમિંગ
પુરુષોની 50 મીટર ફ્રી સ્ટાઈલ S7 ફાઈનલ: નિરંજન મુકુંદન અને સુયશ નારાયણ જાધવ (12:46 AM)