Get The App

VIDEO | છગ્ગો રોકવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર બે દ.આફ્રિકી ખેલાડીઓ ભટકાયાં, એક ઈજાગ્રસ્ત

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
VIDEO | છગ્ગો રોકવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર બે દ.આફ્રિકી ખેલાડીઓ ભટકાયાં, એક ઈજાગ્રસ્ત 1 - image


Image Source: Twitter

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8ની એક મેચ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ બંને ટીમો માટે નોકઆઉટની જેમ છે. જે પણ ટીમને જીત મળશે તે સેમી ફાઈનલમાં પ્રવેશ કરશે. આ જ કારણ છે કે, બંને ટીમોના ખેલાડી આ મેચમાં પોતાની પૂરી તાકાત લગાવવા માટે તૈયાર છે. આ જ કારણોસર બાઉન્ડ્રી લાઈન પર દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓ ભટકાયાં હતા. આ બંને ખેલાડીઓ છગ્ગો રોકવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર ભટકાયાં હતા. આ બંને ખેલાડીઓ એક છગ્ગાને રોકવા માગતા હતા અને તે કેચ કરવા માગતા હતા. જોકે, સારી વાત એ રહી કે, બંનેને વધુ ગંભીર ઈજા ન પહોંચી. 

 છગ્ગો રોકવાના ચક્કરમાં બાઉન્ડ્રી પર બે ખેલાડીઓ ભટકાયાં

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 8મી ઓવર ચાલી રહી હતી. કેપ્ટન એડન માર્કરામ બોલિંગ કરી રહ્યો હતો. કાયલ મેયર્સે તેનો બોલ સામેની તરફ ફટકાર્યો. કાગિસો રબાડા લોંગ ઓફ પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો અને માર્કો યાનસેન લોંગ ઓન પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. બંનેની નજર બોલ પર હતી. બંને ખેલાડીઓ કેચ પકડવા માટે દોડ્યા. જો કે, છેલ્લી ક્ષણે રબાડાએ જોયું કે માર્કો યાનસેન બોલને રોકવા માંગતો હતો તો તેણે અટકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સ્ટાર્ટ લઈ ચૂક્યો હતો અને તેના માટે અટકવું મુશ્કેલ હતું. આ જ કારણ હતું કે બંને ભટકાય ગયા અને બોલ તેમની ઉપરથી જતો રહ્યો. 

બંને ભટકાયાં બાદ કાગિસો રબાડા સ્વસ્થ નજર આવ્યો પરંતુ યાનસેન ઘણી વાર સુધી મેદાન પર બેસી રહ્યો અને પછી ઊભો થયો. સારી વાત એ છે કે, તેને ગંભીર ઈજા નહોતી પહોંચી. જોકે, યાનસેન મેદાનની બહાર ચાલ્યો ગયો અને ત્યારબાદ તે બોલિંગ કરવા પણ ન આવ્યો. બીજી તરફ રબાડાએ બોલિંગ કરી હતી. યાનસેન પર બોલિંગ એટલા માટે પણ કરાવવામાં ન આવી કારણ કે, પિચ સ્પિનરો માટે અનુકુળ નજર નહોતી આવી રહી. રબાડા પણ છેલ્લી ઓવરમાં બોલિંગ કરતો નજર આવ્યો. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 135 રનો પર રોકી હતી.


Google NewsGoogle News