આ દિગ્ગજે કર્યા ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને બહાર, આ બે ટીમ વચ્ચે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
આ દિગ્ગજે કર્યા ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને બહાર, આ બે ટીમ વચ્ચે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ 1 - image


ICC T20 World Cup 2024 : દેશમાં આઈપીએલ-2024નું ધમાકેદાર સમાપન થયા બાદ હવે ચાહકો આઈસીસી ટી20 વર્લ્ડકપની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડકપની પ્લેઈંગ-11માં કયાં ખેલાડીઓનો સમાવેશ કરવો જોઈએ, તે અંગે પણ દિગ્ગજ ખેલાડીઓ પોતપોતાના વિચારો રજુ કરી રહ્યા છે, ત્યારે ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન પોલ કોલિંગવુડે (Paul Collingwood) આ વખતે ફાઇનલમાં રમનારી બે ટીમોના નામની ભવિષ્યવાણી કરી છે. કોલિંગવુડે આગાહી કરી છે કે, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ફાઇનલ મેચમાં સ્થાન મેળવી શેક છે. ઉલ્લેખનીય છે કે, આઈસીસી ટી20 વર્લ્ડકપ પહેલી જૂનથી 29 જૂન સુધી યોજાશે તેમજ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા ક્રિકેટ બોર્ડ યજમાની કરશે.

ભારત વર્લ્ડકપ-2024 જીતવાની પ્રબળ દાવેદાર

ભારતીય ટીમ વર્લ્ડકપ-2024 જીતવાની પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) તાજેતરમાં જ કહ્યું હતું કે, તેઓ ભારતીય ટીમને મજબૂત દાવેદાર માને છે. ભારતીય ટીમના વિસ્ફોટ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma)એ પણ પોતાની પ્લેઈંગ-11 જાહેર કરી હતી અને તેની ટીમ કોઈપણ વિરોધીઓને સરળતાથી હરાવી શકે તેવી હતી. જો રોહિતની ટીમના ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો પણ તેઓ અન્ય ટીમોથી વધુ ખતરનાક છે. વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્માની જોડીને મુખ્ય જોડી બતાવી છે. જોકે પૉલ કોલિંગવુડની પ્લેઈંગ-11 રોહિતની ટીમ કરતા તદ્દન જુદી છે.

વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ-વેસ્ટઈન્ડિઝ પહોંચશે : કોલિંગવુડ

કોલિંગવુડે આઈસીસી ટી20 વર્લ્ડકપ-2024ની ફાઈનલમાં પહોંચનારી બે ટીમનો નામ પણ કહ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનના મત મુજબ ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ પહેલા વેસ્ટઈન્ડિઝના પૂર્વ સુકાની બ્રાયન લારા (Brian Lara)એ પણ ફાઈનલમાં પહોંચનારી બે ટીમોના નામ આપ્યા હતા. એટલું જ નહીં તેમણે ફાઈનલમાં ઈંગ્લેન્ડને બહાર કરી દીધી હતી. આ દિગ્ગજનું માનવું છે કે, યજમાન વેસ્ટઈન્ડિઝ અને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચશે.


Google NewsGoogle News