શું વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027ના વર્લ્ડકપમાં રમી શકશે? જાણો ગૌતમ ગંભીરે બંનેના ભવિષ્ય અંગે શું કહ્યું

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
શું વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027ના વર્લ્ડકપમાં રમી શકશે? જાણો ગૌતમ ગંભીરે બંનેના ભવિષ્ય અંગે શું કહ્યું 1 - image


Gautam Gambhir On Virat Kohli And Rohit Sharma: વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. પરંતુ બંને વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીરે વનડે અને ટેસ્ટના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીના ભવિષ્યને લઈને કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કહી છે. આ મહિનાના અંતમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. જ્યાં ત્રણ મેચની T20 અને વનડે સીરિઝ રમવાની છે. ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું આ પહેલું અસાઇન્મેન્ટ હશે. શ્રીલંકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદ ગંભીર અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમિયાન તેણે ઘણાં અઘરા સવાલોના જવાબ પણ આપ્યા હતા. 

આ પણ વાંચો: ‘હું બીજીવાર આવી ભૂલ નહીં કરું’ પેરિસ ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાનું નિવેદન

વિરાટ અને રોહિત 2027નો વર્લ્ડકપ રમી શકે

વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને સવાલ પર ગંભીરે કહ્યું હતું કે, મને લાગે છે કે બંનેએ બતાવી દીધું છે કે, તેઓ મોટા મંચ પર કેવો દેખાવ કરી શકે છે. તે પછી T20 વર્લ્ડકપ હોય કે વનડે. હું એક વાત સ્પષ્ટ રીતે કહું છું કે આ બંને ખેલાડી હજુ ઘણું ક્રિકેટ રમી શકે છે. ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને મને લાગે છે કે આ બંને ખૂબ જ મોટીવેટેડ હશે. અને પછી જો બંનેની ફિટનેસ સારી રહેશે તો બંને 2027ના વર્લ્ડકપમાં રમતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ક્રિકેટ જગતના ફેબ-4ની રેસમાં કોહલી રહી ગયો પાછળ, ઇંગ્લિશ ક્રિકેટર તો ક્યાંય આગળ નીકળ્યો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત, વિરાટ અને જાડેજા ત્રણેય ખેલાડીઓ બાકીના બે ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે. વિરાટ અને રોહિતના ભવિષ્યને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે અને તેની સાથે 2025માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ રમાવાની છે.


Google NewsGoogle News