કોહલીના ખરાબ ફૉર્મ વિશે કોચ ગૌતમ ગંભીરે કહી એવી વાત, કે ફેન્સ થઈ જશે ગદગદ્
Gautam Gambhir On Virat Kohli : છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ વર્ષે તેના બેટમાંથી વધુ રન આવ્યા નથી. જો કે, તેના ફોર્મને લઈને ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ચિંતિત નથી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિરાટ રન માટે ભૂખ્યો છે. અને આશા છે કે તે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં તે ઘણાં રન કરશે. ગંભીરે સ્વીકાર્યું હતું કે, એકવાર વિરાટ લયમાં આવી જશે પછી તે સતત સારું પ્રદર્શન કરતો રહેશે.
ગંભીરે કહ્યું હતું કે, 'વિરાટ અંગે મારા વિચારો હંમેશા સ્પષ્ટ રહ્યા છે, તે એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. તેણે ઘણાં લાંબા સમય સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેને હજુ પણ રનની એટલી જ ભૂખ છે જેવી તેણે તેના ડેબ્યૂ સમયે હતી. આ ભૂખ જ તેને વર્લ્ડ ક્લાસ ક્રિકેટર બનાવે છે. મને ખાતરી છે કે તે, આગામી સીરિઝમાં રન બનાવશે અને ઓસ્ટ્રેલિયામાં પણ તે આ જ માનસિકતા સાથે રમશે.'
ખેલાડીઓના પ્રદર્શનને લઈને ગંભીરે કહ્યું હતું કે, કોઈ પણ ખેલાડીનું મૂલ્યાંકન એક ખરાબ મેચ કે પછી એક સીરિઝના આધારે ન કરવું જોઈએ. તમે દરેક મેચ પછી ખેલાડીઓને જજ કરી શકતા નથી. જો તમે દરેક મેચ પછી તેણેને જજ કરતા રહેશો તો તે તેમના માટે સારું નથી. તે એક રમત છે અને તમા નિષ્ફળ જવું નિશ્ચિત છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જો આપણે પરિણામ પ્રાપ્ત પરિણામ પ્રાપ્ત કરવા માટે જે જરૂરી છે તે કરી રહ્યા છીએ તો તે જ યોગ્ય છે.'
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાના ચર્ચિત કોચ ગૌતમ ગંભીરની સંપત્તિ કેટલી? જાણો ક્યાં-ક્યાંથી કરે છે કમાણી
વધુમાં ગંભીરે જણાવ્યું હતું કે, મારું કામ ખેલાડીઓને ટેકો આપવાનું અને તેમનામાં સફળતા માટેની ભૂખ જગાડવાનું છે. દરેક દિવસ દરેક માટે સારો નથી હોતો. મને લાગે છે કે અમારી પાસે જે માહોલ છે, તેમાં અમે ખેલાડીઓને સમર્થન આપતા રહીએ છીએ. મારું કામ શ્રેષ્ઠ પ્લેઈંગ 11 પસંદ કરવાનું છે.'