ટી 20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ખેલાડીનો ભાવુક નિર્ણય: પિતાના નિધન બાદ ક્રિકેટથી લીધો બ્રેક

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
ટી 20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ખેલાડીનો ભાવુક નિર્ણય: પિતાના નિધન બાદ ક્રિકેટથી લીધો બ્રેક 1 - image


Image Source: Twitter

Chris Woakes Father's Death: ભારતીય સમય પ્રમાણે 2 જૂનથી T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થવા જઈ રહી છે. તમામ ખેલાડીઓ અને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ આ ટૂર્નામેન્ટથી દૂર છે. પોતાના સોશિયલ મીડિયા પર હવે વોક્સે તેની પાછળના કારણનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ ફેન્સ તેની ક્રિકેટમાં વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેને જલ્દી મેદાન પર રમતો જોવા માગે છે.

વોક્સે ક્રિકેટમાંથી કેમ લીધો બ્રેક 

અનુભવી ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું અને ક્રિકેટમાંથી બ્રેક લેવાના પોતાના નિર્ણયની સ્પષ્ટતા કરી છે. ક્રિસ વોક્સે લખ્યું કે, છેલ્લો મહિનો મારા જીવનનો સૌથી પડકારજનક મહિનો રહ્યો છે. દુર્ભાગ્યે મે મહિનાની શરૂઆતમાં મારા પિતાનું નિધન થઈ ગયું.

વોક્સે આ મુશ્કેલ સમયમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે. અમે તમામ લોકો સ્પષ્ટ રીતે શોક મનાવી રહ્યા છીએ અને નિઃશંકપણે અમારા જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

IPL 2024થી પણ ખુદને દૂર રાખ્યો હચો

35 વર્ષીય વોક્સ આ સિઝનમાં ન તો વારવિકશાયર માટે રમ્યો હતો કે, ન તો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ માટે રમ્યો હતો. આ કારણોસર તેને ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો.

પરિવારને આપી પ્રાથમિકતા

ક્રિસ વોક્સે સ્વીકાર્યું કે મારા પિતાને મારી ક્રિકેટ કારકિર્દી પર ખૂબ ગર્વ હતો. જો કે, તેણે સ્પષ્ટ કરી દીધું કે પરિવાર સૌથી પહેલા આવે છે. વોક્સે કહ્યું કે, જ્યારે મારા અને મારા પરિવાર માટે યોગ્ય સમય હશે ત્યારે હું વારવિકશાયર માટે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કરીશ, જેને મારા પિતા ખૂબ પ્રેમ કરતા હતા. 

ક્રિસ વોક્સની ઈન્ટરનેશનલ ક્રિકેટ પ્રોફાઈલ

ક્રિસ વોક્સે 200થી વધુ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી છે. જેમાં 48 ટેસ્ટ મેચ, 122 ODI મેચ અને 33 T20 મેચ સામેલ છે. વોક્સ ટી20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડની ટીમનો હિસ્સો હતો. ઈંગ્લેન્ડે આ વર્લ્ડ કપ જીત્યો હતો. વોક્સ ODI વર્લ્ડ કપ 2019માં પણ ઈંગ્લેન્ડની ટીમનો હિસ્સો હતો અને ઈંગ્લેન્ડે આ ટૂર્નામેન્ટ પણ જીતી હતી.



Google NewsGoogle News