Get The App

રણજી ટ્રૉફી : ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના એલાન પહેલા જ પુજારાએ સૌરાષ્ટ્ર માટે બેવડી સદી ફટકારી

સૌરાષ્ટ્રના બોલરોએ પ્રથમ ઇનિંગમાં ઝારખંડની ટીમને 142 રનના સ્કોર પર સમેટી

સૌરાષ્ટ્રના કેપ્ટને 578 રનના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરી હતી

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
રણજી ટ્રૉફી : ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના એલાન પહેલા જ પુજારાએ સૌરાષ્ટ્ર માટે બેવડી સદી ફટકારી 1 - image
Image:FilePhoto

Cheteshwar Pujara Double Hundred : ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા બાદ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમશે. આજે સાંજ સુધી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ શકે છે. તે પહેલા સૌરાષ્ટ્રના ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને પસંદગીકારોને મૂંઝવણમાં નાખી દીધા છે.

પુજારા 243 રન બનાવીને અણનમ રહ્યો

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર રહેલા ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ભારતીય ટીમના દરવાજા ખખડાવ્યા છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના મેદાનમાં ઝારખંડ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલી મેચમાં પુજારાએ શાનદાર બેટિંગ કરતા અણનમ 243 રન બનાવ્યા હતા.

સૌરાષ્ટ્રના બોલરોએ ઝારખંડને 142માં કર્યું ઓલઆઉટ

ઝારખંડ સામેની મેચમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા જ દિવસે સૌરાષ્ટ્રને બોલરોએ ઝારખંડની ટીમને 142 રનના સ્કોર પર સમેટી દીધી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રની ટીમે શરૂઆતથી શાનદાર બેટિંગ કરી હતી. હાર્દિક દેસાઈ (85), શેલ્ડન જેક્સન (54) અને અર્પિત વસાવડાએ ફિફ્ટી ફટકારી હતી. જયારે પ્રેરક માંકડ 104 રન બનાવીને અણનમ રહ્યો હતો.

સૌરાષ્ટ્રે મેળવી 436 રનની લીડ

પ્રેરક માંકડ અને ચેતેશ્વર પુજારા વચ્ચે પાંચમી વિકેટ માટે 256 રનની ભાગીદારી થઇ હતી. આ ભાગીદારીના કારણે પ્રથમ ઈનિંગના આધારે સૌરાષ્ટ્રે 436 રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ કેપ્ટન જયદેવ ઉનડકટે ઇનિંગ ડિક્લેર કરી હતી.

રણજી ટ્રૉફી : ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના એલાન પહેલા જ પુજારાએ સૌરાષ્ટ્ર માટે બેવડી સદી ફટકારી 2 - image


Google NewsGoogle News