ચેસ વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ પર છપ્પરફાડ પૈસાનો વરસાદ, ઐતિહાસિક જીત બાદ મળ્યા આટલા રૂપિયા
Image: Facebook
Gukesh Prize Money: 18 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ડિંગ લિરેનને 7.5-6.5થી હરાવીને 2024 વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી. આ સાથે જ તે ચેસ ઈતિહાસનો સૌથી યુવાન વર્લ્ડ ચેમ્પિયન પણ બની ગયો. વિશ્વભરમાંથી તેને શુભકામનાઓ મળી રહી છે. ચેસના દિગ્ગજ ખેલાડી પણ આ સિદ્ધિ પર ગુકેશની પ્રશંસા કરી રહ્યાં છે. ઘણા લોકો ઉત્સુક હશે કે ગુકેશે આ ખિતાબની સાથે કેટલી પ્રાઈઝ મળી જીતી.
ડી ગુકેશે રચ્યો ઈતિહાસ
ભારતના ડી ગુકેશે ગુરુવારે સિંગાપુરમાં 14માં રાઉન્ડની મેચમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ચેસમાં સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચી દીધો. ચેન્નઈના 18 વર્ષના આ ખેલાડીએ ડિફેન્ડિંગ ચેમ્પિયનને માત આપતાં મેચ 7.5-6.5 થી જીતી લીધી અને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય બની ગયો. તે 21 વર્ષની ઉંમરમાં ખિતાબ જીતવાના ગૈરી કાસ્પારોવના રેકોર્ડને તોડનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો.
આ રીતે ખુશી વ્યક્ત કરી
ગુકેશે જીત બાદ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, 'જ્યારથી મે ચેસ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી હું છેલ્લા 10-12 વર્ષોથી તેનું સ્વપ્ન જોઈ રહ્યો છું. તેને સમજવાની એકમાત્ર રીત એ છે કે હું પોતાનું સ્વપ્ન જીવી રહ્યો છું. સૌથી પહેલા ભગવાનનો આભાર છે કે હું એક ચમત્કાર જીવી રહ્યો છું અને આ માત્ર ભગવાનના કારણે જ શક્ય થઈ શક્યું. તેણે ડિંગ લિરેનના વખાણ કરતાં કહ્યું કે તેણે શારીરિક રીતે સારી સ્થિતિમાં ન હોવા છતાં આ મેચમાં જે સંઘર્ષ કર્યો, તે પ્રશંસનીય છે.'
આ પણ વાંચો: ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો 'કિંગ' : સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન
7 વર્ષની ઉંમરે જોયું સ્વપ્ન
ગુકેશે 7 વર્ષની ઉંમરમાં પોતાની નિયતિનું સ્વપ્ન જોયું અને એક દાયકાથી પણ ઓછા સમયમાં તેને હકીકતમાં બદલી દીધું. આ શાનદાર વર્ષમાં તેણે જ્યાં પણ પ્રતિસ્પર્ધા કરી, ત્યાં કદાચ જ કોઈ ભૂલ કરી હોય પરંતુ આ શિખર પર પહોંચવાની સફર સરળ નહોતી. તેમાં ન માત્ર ગુકેશ પરંતુ તેમના માતા-પિતા (ઈએનટી સર્જન ડો. રજનીકાંત અને માઈક્રોબાયોલોજિસ્ટ પદ્મા) એ પણ ત્યાગ કરવો પડ્યો.
માતા-પિતાનો ત્યાગ
ગુકેશના પિતા રજનીકાંતને 2017-18માં પોતાની પ્રેક્ટિસ રોકવી પડી અને પિતા-પુત્રની જોડીએ સીમિત બજેટમાં વિશ્વભરની મુસાફરી કરી. જ્યારે ગુકેશ અંતિમ જીએમ નોર્મ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં હતો ત્યારે તેની માતા ઘરના ખર્ચનો ખ્યાલ રાખતાં કમાનાર સભ્ય બની ગયા. ગુકેશ જ્યારે 17 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ખિતાબ માટે સૌથી નાની ઉંમરનો દાવેદાર બની ગયો ત્યારે તેના બાળપણના કોચ વિષ્ણુ પ્રસન્નાએ એપ્રિલમાં કહ્યું હતું, ગુકેશના માતા-પિતાએ ખૂબ ત્યાગ કર્યો છે. તેના પિતાએ પોતાનું કરિયર લગભગ છોડી દીધું. તેની માતા પરિવારનો ખર્ચ ઉઠાવી રહ્યાં છે જ્યારે તેના પિતા મુસાફરી કરી રહ્યાં છે. તે કદાચ જ ક્યારેક એકબીજાને જોઈ શકે છે.'
ગુકેશને મળ્યા આટલા કરોડ
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024ની કુલ પ્રાઈઝ મની 2.5 મિલિયન ડોલર છે, જે ભારતીય કરન્સીમાં લગભગ 20.75 કરોડ રૂપિયા છે. FIDEના નિયમો અનુસાર ખેલાડીઓને દરેક જીત માટે 200000 ડોલર (લગભગ 1.68 કરોડ રૂપિયા) આપવામાં આવે છે જ્યારે બાકીની પ્રાઈઝ મની ફાઈનલિસ્ટ્સની વચ્ચે સમાનરીતે વહેંચવામાં આવે છે. ગુકેશે ત્રણ ગેમ જીતી. ગેમ 3, ગેમ 11 અને ગેમ 14. આ હિસાબે તેમને 600000 ડોલર (લગભગ 5.04 કરોડ રૂપિયા) મળ્યા. લિરેને ગેમ 1 અને 2 જીતી જેનાથી તેને 400000 ડોલર (લગભગ 3.36 કરોડ રૂપિયા) મળ્યા. બાકીના 1.5 મિલિયન ડોલર ગુકેશ અને ડિંગની વચ્ચે સમાનરીતે વહેંચવામાં આવ્યા એટલે કે કુલ મળીને ગુકેશે 1.35 મિલિયન ડોલર (લગભગ 11.45 કરોડ રૂપિયા) કમાયા.