Get The App

ચેસ ઓલિમ્પિયાડમાં લહેરાયો તિરંગો: પહેલીવાર ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ચેસ ઓલિમ્પિયાડમાં લહેરાયો તિરંગો: પહેલીવાર ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ 1 - image

Chess Olympiad 2024: ભારતીય ચેસ ખેલાડી ડી. ગુકેશે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. 

45માં ચેસ ઓલિમ્પિયાડના 10માં રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ અમેરિકાને 2.5-1.5થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુકેશે ફેબિયાનો કારુઆનાને હરાવીને પુરૂષ વર્ગમાં પહેલી વખત ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ડી ગુકેશની સાથે અર્જુન એરિગેસીની પણ મહત્ત્વની ભૂમિકા રહી હતી, તેણે પોતાની મેચ જીતીને ભારતને ટોચ પર પહોંચાડ્યું હતું.

ભારતીય પુરૂષ ટીમ આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સુધી અજેય રહી હતી. ભારત હજુ પણ 19 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં ટોચનો સ્થાન પર છે. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ પણ 10મા રાઉન્ડમાં ચીનને 2.5-1.5થી હરાવીને ઓલિમ્પિયાડમાં પોતાની સફરને આગળ ધપાવી છે.

ચેસ ઓલિમ્પિયાડમાં લહેરાયો તિરંગો: પહેલીવાર ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ 2 - image


Google NewsGoogle News