IPL Auction: વર્લ્ડ કપના સૌથી મોટા હીરોને ધોનીની ટીમે ખરીદ્યો, 1.80 કરોડ ચૂકવાયા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
IPL Auction: વર્લ્ડ કપના સૌથી મોટા હીરોને ધોનીની ટીમે ખરીદ્યો, 1.80 કરોડ ચૂકવાયા 1 - image


Image Source: Twitter

- ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ખૂબ જ ખાસ છે કારણ કે, આ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે. એમએસ ધોની પહેલા જ સંકેત આપી ચૂક્યો છે કે, કદાચ તે આ છેલ્લી વખત IPL રમતો નજર આવશે. આવી સ્થિતિમાં ટીમનો પ્રયત્ન એવો જ રહેશે કે, પોતાના કેપ્ટનને ચેમ્પિયન બનાવીને જ વિદાય આપવામાં આવે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે વર્લ્ડ કપના સૌથી મોટા હીરો રહેલા રચિન રવીન્દ્રને 1.80 કરોડમાં ખરીદ્યો છે. 

ચેન્નઈએ ખરીદ્યા આ પ્લેયર

રચિન રવીન્દ્ર- 1.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)

શાર્દુલ ઠાકુર- 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 

એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, દીપક ચાહર, મહીશ તીક્ષણા, મુકેશ ચૌહાણ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશ પાથિરાના.

CSKએ આ ખેલાડીઓને કર્યા રિલીઝ: બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, અંબાતી રાયડૂ, સિસંડા મગાલા, કાઈલ જૈમિસન, ભગત વર્મા, આકાશ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ. 

ચેન્નઈ સુપર કિંગ્સના સફરની વાત કરીએ તો આ ટીમ પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે. હવે આ વખતે પણ ટ્રોફી જીતીને એમએસ ધોનીને વિદાય આપવાનો પ્રયાસ રહેશે. ચેન્નાઈએ 2010, 2011, 2018, 2021 અને 2023માં IPLનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 



Google NewsGoogle News