Get The App

IPL 2024 : આજે CSKની નજર જીતની હેટ્રિક પર રહેશે, વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ સામે થશે ટક્કર

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
IPL 2024 : આજે CSKની નજર જીતની હેટ્રિક પર રહેશે, વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ સામે થશે ટક્કર 1 - image


CSK vs DC : IPL 2024ની 13મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ વિશાખાપટ્ટનમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ જીતની હેટ્રિક ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જયારે રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ સિઝનની તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

હેડ ટુ હેડ રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે વાત કરીએ તો અહીં CSKનું પલડું ભારે લાગે છે. આ બંને ટીમ IPLમાં 29 વખત આમને-સામને આવી ચૂકી છે. આ 29 મેચોમાંથી ચેન્નઈ સુપર કિંગ્સે 19 વખત જીત મેળવી છે. જ્યારે દિલ્હી માત્ર 10 વખત જીત્યું છે.

ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ કરવા માંગશે

CSK અને DC વચ્ચેની આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. વિશાખાપટ્ટનમની પિચ પર ઘણા રન બને છે. ચાહકોને બેટરોની એક્શન જોવા મળશે. છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થઈ શકે છે. જો કે બોલરોને પણ બાદમાં મદદ મળવાની અપેક્ષા છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 10 T20I મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 વખત મેચ જીતી છે જ્યારે ચેઝ કરતી ટીમ 7 વખત જીતી છે. ટીમો આ મેદાન પર ચેઝ કરવાનું પસંદ કરે છે. જે કેપ્ટન ટોસ જીતશે તે બોલિંગ કરવા માંગશે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

ચેન્નઈ સુપર કિંગ્સ

ઋતુરાજ ગાયકવાડ (C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (wkt), દીપક ચહર, મહીશ થીક્ષાના, તુષાર દેશપાંડે

દિલ્હી કેપિટલ્સ

રિષભ પંત (C/wkt), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચેલ માર્શ, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, એનરિક નોર્ટજે

IPL 2024 : આજે CSKની નજર જીતની હેટ્રિક પર રહેશે, વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ સામે થશે ટક્કર 2 - image


Google NewsGoogle News