IPL 2024 : રોહિતને કેપ્ટન પદેથી હટાવવાનું MIને પડ્યું ભારે, ઈન્સ્ટા પર હવે આ ટીમના સૌથી વધુ ફોલોઅર્સ
મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો હતો
Image:Twitter |
Most Followed IPL Team On Instagram : IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બે સફળ ટીમો રહી છે. આ બંને ટીમોએ 5-5 વખત ટાઈટલ જીત્યું છે અને ઘણીવાર પ્લેઓફ માટે ક્વાલીફાઈ પણ કરી છે. આ કારણોસર આ બે ટોપની ટીમો વચ્ચે મેદાનની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ જબરદસ્ત રાઈવલરી જોવા મળે છે. બંને ટીમોના કેટલાંક નિર્ણયોની અસર તેમનાં ફોલોઅર્સની સંખ્યા પર પણ જોવા મળે છે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સના એક નિર્ણયના કારણે તેના સોશ્યલ મીડિયા ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે રાતોરાત ગુમાવ્યા ફોલોઅર્સ
મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લા 10 વર્ષથી કેપ્ટન રહેલા અને 5 વખત ચેમ્પિયન બનેલા કેપ્ટન રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો હતો. મુંબઈના આ નિર્ણયની અસર સોશ્યલ મીડિયા પર જોવા મળી અને થોડા જ કલાકોમાં તેણે પોતાના લાખો ફોલોઅર્સ ગુમાવી દીધા હતા. આનો ફાયદો ચેન્નઈ સુપર કિંગ્સને થયો. એમએસ ધીનોની ચેન્નઈ સુપર કિંગ્સના ફોલોઅર્સની સંખ્યા પહેલાથી જ વધારે હતી, પરંતુ મુંબઈના આ પગલાના કારણે ચેન્નઈની ટીમ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર IPL ટીમ બની ગઈ છે.
ચેન્નઈની ટીમના ફોલોઅર્સની સંખ્યા વધીને 13 મિલિયન પહોંચી
ઈન્સ્ટાગ્રામ પર ચેન્નઈની ટીમના ફોલોઅર્સની સંખ્યા વધીને 13 મિલિયન થઇ ગઈ છે. જયારે મુંબઈ ઇન્ડિયન્સના ફોલોઅર્સની સંખ્યા ઘટીને 12.9 મિલિયન થઇ ગઈ છે. રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન પદથી હટાવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત ઘટી ગઈ અને ચેન્નઈ સુપર કિંગ્સના ફોલોઅર્સની સંખ્યા પહેલાથી જ વધારે હતી. જેના કારણે ઈન્સ્ટાગ્રામ પર હવે ચેન્નઈની ટીમ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર IPL ટીમ બની ગઈ છે.