પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર સાથે થઈ ચીટિંગ! જાણીજોઈને હરાવ્યાનો આરોપ
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં 3 જુલાઈની રાત્રે, ભારતીય બોક્સર નિશાંત દેવનો 71 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલ ઇવેન્ટમાં મેક્સિકોના માર્કો વર્ડે અલ્વારેજ સાથે મુકાબલો થયો હતો. એવી અપેક્ષા રખાઈ રહી હતી કે આ મેચ જીતીને નિશાંત બોક્સિંગમાં દેશ માટે મેડલ જીતવા તરફ આગળ વધશે. પરંતુ એવું ન થઈ શક્યું, નિશાંત મેચ 1-4થી હારી ગયો. મેચ બાદ નિશાંતે કહ્યું કે, મને પોતાની હાર પર વિશ્વાસ નથી. મેચ રેફરીએ જે રીતે પરિણામ જાહેર કર્યું તે મારા માટે વિશ્વાસપાત્ર નથી. તમને જણાવી દઈએ કે નિશાંતની હારનું કારણ રેફરી બોર્ડના વિભાજિત નિર્ણયને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
નિશાંત દેવે શરૂઆતના રાઉન્ડ સરળતાથી જીતીને બીજા રાઉન્ડમાં પણ તે મેચ પર પોતાની પક્કડ ધરાવતો હતો. આ દરમિયાન તેણે મેક્સીકન માર્કો વર્ડે આલ્વારેઝ પર ઘણાં મોટા જેબ હૂક ફટકાર્યા હતા. તેમ છતાં તે રાઉન્ડમાં જજે આશ્ચર્યજનક રીતે અલ્વારેઝનો પક્ષ લીધો હતો. જેથી આલ્વ્વારેઝ મેચમાં 3-2થી આગળ હતો અને તેની લીડ અંત સુધી અકબંધ રહી હતી.
ફાઈનલ રાઉન્ડની શરૂઆતમાં માર્કો વર્ડે અલ્વારેઝ ખૂબ જ આક્રમક થઈને નિશાંત પર જોરદાર પંચ માર્યા હતા. નિશાંતે પંચથી બચવા માટે સારું પ્રદર્શન કર્યું હતું. જેમ મુકાબલો આગળ વધી રહ્યો હતો, તેમ તે સંપૂર્ણપણે થાકી ગયેલો દેખાતો હતો. તેણે પંચ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખૂબ જ ધીમો હતો. આલ્વારેઝે આનો ફાયદો ઉઠાવીને જીત મેળવી હતી. સોશિયલ મીડિયા પરના પ્રશંસકો નિશાંતની હારથી નારાજ જોવા મળ્યા હતા.