Get The App

વનડેમાં 300 રનનો ટાર્ગેટ ચેઝ કરવો સામાન્ય! છેલ્લી બે મેચોમાં ભારત-ન્યુઝીલેન્ડે સરળતાથી બનાવ્યા રન

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
વનડેમાં 300 રનનો ટાર્ગેટ ચેઝ કરવો સામાન્ય! છેલ્લી બે મેચોમાં ભારત-ન્યુઝીલેન્ડે સરળતાથી બનાવ્યા રન 1 - image

Chasing target of 300 runs is common in ODIs : ક્રિકેટ જગતમાં T20I ફોર્મેટ આવ્યા બાદ આ રમતમાં ઘણો ફેરફાર આવી ગયો છે. વનડે અને ટેસ્ટમાં ખેલાડીઓની રમવાની પદ્ધતિમાં પણ ઘણું પરિવર્તન આવ્યો છે. હવે ટેસ્ટ પણ બેઝબોલની જેમ રમાઈ રહી છે. જ્યારે વનડેમાં 300થી વધુ રનને ચેઝ કરવું હવે સામાન્ય થઇ ગયું છે. તેનું ઉદાહરણ પાછળના બે-ત્રણ વર્ષમાં જોઈ શકાય છે. હાલમાં જ 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ટીમે 48.8 ઓવરમાં 305 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવી હતી.   

ભારતીય ટીમે હાલમાં જ ચેઝ કર્યો 305નો સ્કોર   

તેના એક દિવસ પહેલા કટકમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 305 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ટાર્ગેટ 6 વિકેટ ગુમાવીને 44.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. જો કે, ભારતીય ટીમ સીરિઝમાં હાલ 2-0થી આગળ છે. આ સીરિઝ બાદ ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ રમવાની છે. આવામાં સ્પષ્ટપણે કહી શકાય કે, ચેમ્પિયન્સ ટ્રોફીના મેચો ઘણાં રોમાંચિત રહેશે. ચાહકોને પહેલી ઇનિંગમાં હાઈ સ્કોર અને મોટા સ્કોરને ચેઝ કરતા અનેક મેચો જોવા મળી શકે છે. ગત વર્ષે 2014માં પણ અનેક ટીમોએ 300 કે તેથી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.     

આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં? 24 કલાકમાં થઈ શકે છે મોટી જાહેરાત

નબળી ગણાતી ટીમો પણ ચેઝ કરી રહી છે મોટો ટાર્ગેટ 

વર્ષ 2024માં અફઘાનિસ્તાન જેવી નબળી ગણાતી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પોતાની મજબૂત રમતથી તેણે ગયા વર્ષના વનડેમાં સૌથી મોટા ટાર્ગેટનો પીછો કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. અફઘાનિસ્તાને 9 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રીલંકા સામેની આ રોમાંચક મેચ રમી હતી. પલ્લેકેલેમાં રમાયેલી તે મેચમાં શ્રીલંકાની ટીમે 382 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. સામે જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. ભલે તે આ મેચ જીતી શકી ન હતી પરંતુ તેણે બતાવ્યું કે તેની પાસે 300 કે તેથી વધુના ટાર્ગેટનો પીછો કરવાની શક્તિ પણ છે.વનડેમાં 300 રનનો ટાર્ગેટ ચેઝ કરવો સામાન્ય! છેલ્લી બે મેચોમાં ભારત-ન્યુઝીલેન્ડે સરળતાથી બનાવ્યા રન 2 - image



Google NewsGoogle News