Get The App

બેડમિન્ટનની રમતમાં થયો મોટો ફેરફાર, હવે નવી સ્કોરિંગ સિસ્ટમ થશે લાગુ

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
બેડમિન્ટનની રમતમાં થયો મોટો ફેરફાર, હવે નવી સ્કોરિંગ સિસ્ટમ થશે લાગુ 1 - image

New scoring system in badminton : બેડમિન્ટનની રમત વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. બેડમિન્ટન આખી દુનિયામાં રમાય છે. જ્વાલા ગુટ્ટા, પીવી સિંધુ અને સાઇના નેહવાલ જેવા પ્રખ્યાત ખેલાડીઓ ભારત માટે અનેક ખિતાબો જીતી ચૂક્યા છે. તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ બેડમિન્ટન અંગે એક મોટો નિર્ણય લીધો હતો. BWFના એક નિર્ણય પછી આ રમત સંપૂર્ણપણે બદલાઈ જશે. આમાં, જૂની સ્કોરિંગ સિસ્ટમના સ્થાને નવી સ્કોરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ચાલો જાણીએ કે બેડમિન્ટનમાં કયા ફેરફારો થવાના છે?

બેડમિન્ટનમાં આવશે નવી સ્કોરિંગ સિસ્ટમ

હાલમાં બેડમિન્ટન ત્રણ સેટમાં રમાય છે. હાલમાં પણ રમત ત્રણ સેટમાં ચાલુ રહેશે પરંતુ પોઈન્ટ બદલાશે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ નવેમ્બર 2024માં મલેશિયામાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં બેડમિન્ટન ત્રણ સેટમાં રમાય છે. દરેક સેટમાં 21 પોઈન્ટ છે. પરંતુ હવે દરેક સેટમાં 15 પોઈન્ટ હશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે રમત હવે પહેલા કરતા ટૂંકી થઇ જશે, જે દર્શકોને વધુ મનોરંજન પૂરું પાડશે. ઉપરાંત, ખેલાડીઓના ઘાયલ થવાની શક્યતાઓ પણ ઓછી થશે.

નવી સ્કોરિંગ સિસ્ટમ ક્યારથી લાગુ થશે?

અહીં સૌથી મોટો સવાલ એ છે કે, નવી સ્કોરિંગ સિસ્ટમ ક્યારથી લાગુ થશે? BWFએ લગભગ ત્રણ મહિના પહેલા આ પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે, આ સિસ્ટમને લાગુ કરતા ઘણો સમય લાગશે. પહેલા આ સિસ્ટમનું ટ્રાયલ કરવામાં આવશે અને સફળ ટ્રાયલ થયા બાદ આ સ્કોરિંગ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આને ગ્રેડ 3 ટુર્નામેન્ટ, નેશનલ ટુર્નામેન્ટ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લીગ અને કોન્ટીનેન્ટલ ચેમ્પિયનશીપમાં ટ્રાયલ કરવામાં આવશે.

પહેલા 15 પોઈન્ટ્સની જ સિસ્ટમ હતી

કહેવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ 2025થી લઈને સપ્ટેમ્બર-ઓકટોબર સુધી નવી સ્કોરિંગ સિસ્ટમ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ BWF એથ્લીટ, કોચ અને હિતધારકો સાથે વાતચીત, સલાહ અને ફીડબેક લઈને વર્ષ 2026માં આ સિસ્ટમને લાગુ કરવાનો નિર્ણય લઇ શકે છે. તે સમયે વાર્ષિક સામાન્ય બેઠક યોજાશે. પછી BWF આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેશે. અહીં તમને જણાવી દઈએ કે, ઘણાં સમય પહેલા 15 પોઈન્ટ્સની જ સિસ્ટમ હતી. આમ છતાં, આ રમત વર્તમાન કરતાં ઘણી લાંબી ચાલતી હતી. એ સમયે તેના નિયમો પણ અલગ હતા.બેડમિન્ટનની રમતમાં થયો મોટો ફેરફાર, હવે નવી સ્કોરિંગ સિસ્ટમ થશે લાગુ 2 - image



Google NewsGoogle News