IND vs NZ: ભારતીય ટીમનો 44 રને ભવ્ય વિજય, 205 રન પર ન્યૂઝીલેન્ડ ઑલઆઉટ
IND vs NZ: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 249 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં માત્ર 205 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી હતી.
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 સેમિફાઈનલનું શેડ્યૂલ
ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.
4 માર્ચ: ભારત Vs ઓસ્ટ્રેલિય, પહેલી સેમિફાઈનલ (દુબઈ - 2.30 વાગ્યે બપોરે)
5 માર્ચ: સાઉથ આફ્રિકા Vs ન્યૂઝીલેન્ડ, બીજી સેમિફાઈનલ (લાહોર - 2.30 વાગ્યે બપોરે)
પોઈન્ટ ટેબલ
ગ્રૂપ-એ: ભારતે ત્રણ મેચમાંથી ત્રણેય મેચ જીતી 6 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે બીજા ક્રમે ન્યુઝીલેન્ડ, ત્રીજા ક્રમે બાંગ્લાદેશ અને ચોથા ક્રમે પાકિસ્તાન છે.
ગ્રૂપ-બી: સાઉથ આફ્રિકા પાંચ પોઈન્ટ સાથે ટોચ પર છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે અફઘાનિસ્તાન અને ચોથા ક્રમે ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમનો સ્કોર
- રોહિત શર્મા - 15 રન (17 બોલ)
- શુભમન ગિલ - 2 રન (7 બોલ)
- વિરાટ કોહલી - 11 રન (14 બોલ)
- શ્રેયસ અય્યર - 79 રન (98 બોલ)
- અક્ષર પટેલ - 42 રન (61 બોલ)
- કે.એલ. રાહુલ - 23 રન (29 બોલ)
- હાર્દિક પંડ્યા - 45 રન (45 બોલ)
- રવિન્દ્ર જાડેજા - 16 રન (20 બોલ)
- મોહમ્મદ શમી - 5 રન (8 બોલ)
- કુલદીપ યાદવ - 1 રન (1 બોલ)
ન્યૂઝીલેન્ડની ટીમનો સ્કોર
- વિલ યંગ - 22 રન (35 બોલ)
- રચિન રવીન્દ્ર - 6 રન (12 બોલ)
- કેન વિલિયમ્સન - 81 રન (120 બોલ)
- ડેરીલ મિચેલ - 17 રન (35 બોલ)
- ટોમ લેથમ - 14 રન (20 બોલ)
- ગ્લેન ફિલિપ્સ - 12 રન (8 બોલ)
- માઈકલ બ્રેસવેલ - 2 રન (3 બોલ)
- મિચેલ સેન્ટનર - 28 રન (31 બોલ)
- મેટ હેનરી - 2 રન (4 બોલ)
- કાયલ જેમીસન - 9 રન (4 બોલ)
- વિલિયમ ઓ'રોર્ક - 1 રન (2 બોલ)
ભારતીય બોલરનું પ્રદર્શન
- વરૂણ ચક્રવર્તી - 5 વિકેટ
- કુલદીપ યાદવ - 2 વિકેટ
- હાર્દિક પંડ્યા - 1 વિકેટ
- અક્ષર પટેલ - 1 વિકેટ
- રવિન્દ્ર જાડેજા - 1 વિકેટ
- મોહમ્મદ શમી - શૂન્ય વિકેટ
ન્યૂઝીલેન્ડની ઇનિંગ
ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી ન રહી. તેણે રચિન રવીન્દ્રની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. રવીન્દ્ર (6)ને હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ બીજા ઓપનર વિલ યંગ (22) પણ વરૂણ ચક્રવર્તીના બોલ પર બોલ્ડ થઈ ગયો. તેનાથી ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટ પર 49 રન થઈ ગયો. અહીંથી ધૂરંધર બેટ્સમેન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલે મળીને ત્રીજી વિકેટ માટે 44 રનની પાર્ટનરશિપ કરી.
ડેરની મિચેલની ઈનિંગનો અંત ચાઈનામેન કુલદીપ યાદવે કર્યો. પછી રવિન્દ્ર જાડેજાએ ટૉમ લેથમ (14)ને એલબીડબ્લ્યૂએ આઉટ કરીને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી. જ્યારે 36 ઓવરમાં 151 રન પર ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટ પડી હતી. ગ્લેન ફિલિપ્સને (12) વરૂણ ચક્રવર્તીએ એલબીડબ્લ્યૂ કર્યો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ 159 રન પર પહોંચતા જ પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી બેઠી. માઇકલ બ્રેસવેલ ત્રણ બોલમાં બે રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ અક્ષર પટેલના બોલ પર કેન વિલિયમસન(81) પણ આઉટ થઈ ગયો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ મેચ હેનરીને પણ આઉટ કરી દીધો. તેમની આ પાંચમી વિકેટ રહી. આ રીતે વરૂણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચમાં પાંચ વિકેટ લેનારા ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
પ્લેઈંગ ઈલેવન ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી
પ્લેઈંગ ઈલેવન ટીમ ન્યૂઝીલેન્ડઃ વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમ્સન, ડેરિલ મિશેલ, ટોમ લૈથમ (વિકેટ કીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાઈલ જેમિસન, વિલિયમ ઓરૂર્કે