ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઇઝ મનીની જાહેરાત: વિજેતાને મળશે કરોડો રૂપિયા, સેમિફાઇનલ રમનારી ટીમો પણ થશે માલામાલ
Image: Facebook
ICC Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆતમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનની મેજબાનીમાં 'હાઈબ્રિડ મોડલ' હેઠળ રમાવાની છે. આની મેચ પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, રાવલપિંડી, કરાચી) અને દુબઈમાં થશે. ટુર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સાથે રમશે.
પ્રાઈઝ મનીમાં બમ્પર વધારો
હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઈસીસીએ પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને 2.24 મિલિયન ડોલર (લગભગ 19.46 કરોડ રૂપિયા) મળશે. ઉપવિજેતા ટીમને 1.12 મિલિયન ડોલર (લગભગ 9.73 કરોડ રૂપિયા) મળશે. સેમિફાઈનલ હારનારી બંને ટીમને એક સમાન 560,000 ડોલર (લગભગ 4.86 કરોડ રૂપિયા) મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં દરેક મેચ મહત્ત્વની રહેશે. ગ્રૂપ સ્ટેજમાં મેચ જીતવા પર ટીમને 34000 ડોલર (લગભગ 29.53 લાખ રૂપિયા) મળશે. જ્યારે પાંચમાં અને છઠ્ઠાં સ્થાન પર રહેનારી ટીમને એક સમાન 350000 ડોલર (લગભગ 3.04 કરોડ રૂપિયા) મળશે જ્યારે સાતમાં અને આઠમાં સ્થાન પર રહેનારી ટીમને એક સમાન 140000 (લગભગ 1.22 કરોડ રૂપિયા) ડોલર મળશે. આ સિવાય તમામ આઠ ટીમને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 125000 ડોલર (લગભગ 1.09 કરોડ રૂપિયા) ની ગેરંટી આપવામાં આવશે. આઈસીસી આ ટુર્નામેન્ટમાં કુલ 6.9 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા) ની ઈનામી રકમ વહેંચશે. આ 2017ની તુલનામાં 53 ટકા વધુ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઈઝ મની: (USD ડોલર)
વિજેતા ટીમ: 2.24 મિલિયન ડોલર (19.46 કરોડ રૂપિયા)
રનરઅપ: 1.24 મિલિયન ડોલર (9.73 કરોડ રૂપિયા)
સેમિફાઈનલિસ્ટ: 5,60,000 ડોલર (4.86 કરોડ રૂપિયા)
પાંચમાં અને છઠ્ઠાં નંબરની ટીમ: 3,50,000 ડોલર (3.04 કરોડ રૂપિયા)
સાતમાં કે આઠમાં નંબરની ટીમ: 1,40000 ડોલર (1.22 કરોડ રૂપિયા)
ગ્રૂપ સ્ટેજમાં જીત: 1,40,000 ડોલર (1.22 કરોડ રૂપિયા)
ગેરંટી મની: 1,25,000 ડોલર (1.09 કરોડ રૂપિયા)