પાકિસ્તાનને ધૂળ ચટાવનારા પાંચ ભારતીય ધૂરંધર, ચેમ્પિયન્સ ટ્રૉફીના મહામુકાબલામાં સપાટો બોલાવ્યો
Champions Trophy 2025: ભારતે પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલ તરફ ડગ માંડ્યા છે. ત્યારે, પાકિસ્તાન માટે હવે ટૂર્નામેન્ટનો રસ્તો ખુબ મુશ્કેલ બની ગયો છે. ભારત માટે આ જીતમાં અનેક ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી. જેમાં પહેલા બોલરોએ પાકિસ્તાનની મહત્ત્વની વિકેટ ઝડપી અને તેના માટે રન બનાવવા મુશ્કેલ કરી દીધા. બેટિંગની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે નાની પરંતુ ઇન્પેક્ટફુલ ઈનિંગ રમી. બંનેએ પોઝિટિવ ઇન્ટેન્ટ બતાવતા પાકિસ્તાની બોલરો પર શરૂઆતથી જ પ્રેશર બનાવી દીધું. જો કે, ભારતની જીતના પાંચ હિરોની વાત કરીએ તો તેમાં હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર સૌથી આગળ આવે છે. જાણો કેવી રીતે...
હાર્દિક પંડ્યા
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓપનર બાબર આઝમ આજે ખુબ સારા ટચમાં નજરે આવી રહ્યા હતા. બાબરની ટાઈમિંગ પણ સારી હતી અને તેમના બેટથી બાઉન્ડ્રીઝ પણ સારી રીતે નીકળી રહી હતી. ડર હતો કે ક્યાંક બાબર ટકી જશે તો ભારત માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. ટીમ ઈન્ડિયાને શમીથી આશા હતી, પરંતુ તેઓ ઈજાગ્રસ્ત થઈને મેદાનથી બહાર જઈ ચૂક્યા હતા. તેવામાં ભારત માટે હીરો બનીને ઉભર્યા હાર્દિક પંડ્યા. હાર્દિકના બોલ પર બાબર આઝમને ચોગ્ગા લગાવ્યા. પરંતુ હાર્દિકે તુરંત વાપસી કરતા નવમી ઓવરના બીજા બોલ પર બાબરની વિકેટને પાછળથી કેચ આઉટ કરાવી દીધી.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવ આ મેચમાં ભારતીય ટીમના સૌથી સફળ બોલર રહ્યા. તેમણે 9 ઓવરમાં માત્ર 40 રન આપીને 3 વિકેટ ઝડપી. કુલદીપે સલમાન આગા અને શાહીન શાહ આફરીદીને 43મી ઓવરમાં આઉટ કરતીને હેટ્રિકનો મોકો બનાવ્યો. જો કે, હેટ્રિક લેતા ચૂકી ગયા, પરંતુ 47મી ઓવરમાં નસીમ શાહને પણ પોતાનો શિકાર બનાવ્યો. ખાસ વાત એ રહી કે કુલદીપે અંતિમ 10 ઓવરમાં પણ બોલિંગની કમાન સંભાળી. તેમણે પાકિસ્તાને બેટર્સને સહેજ પણ છૂટ ન આપવા દીધી.
અક્ષર પટેલ
અક્ષર પટેલે પાકિસ્તાન સામે પોતાની બોલિંગની સાથો સાથ ફીલ્ડિંગથી પણ પ્રભાવ પાડ્યો. પાકિસ્તાની ઓપનર ઇમામ ઉલ હકે સામેની તરફથી બોલને રમીને ઝડપી સિંગલ રન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ પહોંચી હતી મિડ ઑફ પર ફીલ્ડિંગ કરી રહેલા અક્ષર પટેલની પાસે. અક્ષર પટેલે ખુબ જ સ્ફૂર્તી સાથે બોલ ઝડપી અને સ્ટમ્પ્સ પર નિશાન લગાવ્યું. ઇમામ ઉલ હક રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. માત્ર 47 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવીને પાકિસ્તાની ટીમ ઘણાં પ્રેશરમાં આવી ચૂકી હતી. તેના પરિણામે એવું બન્યું કે પાકિસ્તાની કેપ્ટન રિઝવાન અને સાઉદ શકીલ ખુબ જાળવી-જાળવીને રમ્યા અને રન બનવાનું ધીમું થઈ ગયું. બાદમાં અક્ષરે રિઝવાનની વિકેટ પણ લઈ લીધી.
વિરાટ કોહલી
પાકિસ્તાનની ટીમ સામે હોય, આઈસીસી ઈવેન્ટ હોય, ટીમ ઈન્ડિયા ચેઝ કરી રહી હોય અને વિરાટ કોહલી રન ન બનાવે તેવું બની શકે. છેલ્લા ઘણા સમયથી રન માટે જજૂમી રહેલા કોહલીએ ફોર્મમાં આવવા માટે એકદમ પરફેક્ટ દિવસ પસંદ કર્યો. રોહિત શર્માના આઉટ થયા બાદ તેમણે પહેલા ગિલની સાથે સારી પાર્ટનરશીપ કરી. ત્યારબાદ વિરાટે શ્રેયસ અય્યરની સાથે મળીને ભારતી ઈનિંગને આગળ વધારી. આ દરમિયાન કોહલીએ પોતાની 51મી વનડેની સદી બનાવી અને વનડેમાં 14 હજાર રન પણ પૂરા કર્યા.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર તમામ મેચમાં પોતાની ભૂમિકા મજબૂત કરતા નજરે આવી રહ્યા છે. ચાર નંબર પર આવીને વગર કોઈ પ્રેશરે પહેલા જ બોલ પર સ્કોરિંગ શોટ રમતા અય્યર એ નક્કી કરે છે કે રન રેટ ઘટે નહીં. આ મેચમાં પણ તેમણે એવું જ કર્યું. શુભમન ગિલના આઉટ થયા બાદ ફેન્સને ડર હતો કે વધુ એક વિકેટ પડે તો ટીમ ઈન્ડિયા પ્રેશરમાં આવી જશે. પરંતુ શ્રેયસ અય્યરે ખુબ મેચ્યોરિટીથી રમતા કોહલીની સાથે ખુબ મહત્ત્વની પાર્ટનરશીપ કરી. સાથે જ તેમણે રન પણ ઝડપથી બનાવ્યા, જેનાથી ભારત પર પ્રેશર ન આવ્યું. શ્રેયસે 67 બોલ પર 56 રનોની ઈનિંગ રમી, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો હતો.