શું વાત છે! પાકિસ્તાનની જગ્યાએ ભારતમાં જ યોજાઇ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો કઈ રીતે
Image: Facebook
ICC Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સત્તાવાર મેજબાની પાકિસ્તાનની પાસે છે પરંતુ જ્યારથી બીસીસીઆઈએ પાકિસ્તાન પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને મોકલવાનો ઈનકાર કર્યો છે. તે બાદ ચારે બાજુ આ ટુર્નામેન્ટને લઈને માહોલ ગરમાયો છે. તમામ પાકિસ્તાની ખેલાડી જ્યાં ટીમ ઈન્ડિયા અને બીસીસીઆઈ પર નિશાન સાધી રહ્યાં છે. આ દરમિયાન મોટી અપડેટ સામે આવી છે કે હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની ભારતને પણ મળી શકે છે.
બીસીસીઆઈ આપશે જવાબ
મળતી માહિતી અનુસાર પાકિસ્તાને આઈસીસીથી બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાને ન મોકલવાનું કારણ માગ્યુ છે. તેના જવાબમાં બીસીસીઆઈ એક ડોઝિયર તૈયાર કરી રહી છે. જેના અંતર્ગત પાકિસ્તાન તરફથી ક્યારે-ક્યારે ભારતને આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે નુકસાન થયુ તેમજ પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમની બસ પર હુમલો જેવી ઘટનાઓ પણ સામેલ રહેશે. એટલું જ નહીં તેના જવાબમાં ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાન જેવા દેશમાં કેટલું જોખમ છે. તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતને ભડકાવવાનો પ્રયાસ નાકામ! PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
પાકિસ્તાન બોર્ડ અડગ
બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઈબ્રિડ મોડલ પર આ ટુર્નામેન્ટને રમવા માટે હજુ સુધી સંમતિ વ્યક્ત કરી નથી. એટલું જ નહીં પાકિસ્તાનના તમામ દિગ્ગજ ક્રિકેટર સહિત મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા નહીં જાય તો પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી ઈનકાર કરીને પોતાની ટીમને બહાર કરી લેશે. પાકિસ્તાનના આ પગલાં પર હવે ભારતમાં મોટી વાત સામે આવી છે.
ભારતને આ રીતે મળી શકે છે મેજબાની
જો પાકિસ્તાનની ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી પોતાને બહાર કરે છે. આ સ્થિતિમાં ભારતની ટીમ કોઈ અન્ય દેશમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવાના બદલે પોતાના ઘરમાં મોટી ટુર્નામેન્ટની મેજબાની કરી શકે છે. આ જ કારણ છે કે હવે ભારત પણ આ ટુર્નામેન્ટની મેજબાની કરીને રેસમાં સામેલ થઈ ગયું છે.