ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ફરી બાફ્યુ: ઑસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચમાં ભારતનું રાષ્ટ્રગાન
Image Twitter |
Indian National Anthem Play Champions trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીના ચોથા મુકાબલામાં ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમમાં એક મોટી ભૂલ જોવા મળી. ખરેખર, મેચનો પહેલો બોલ ફેંકાય તે પહેલાં, જ્યારે બંને ટીમો રાષ્ટ્રગાન માટે મેદાન પર આવી, ત્યારે સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રગાન વાગવાનું શરૂ થયું. ગ્રાઉન્ડમાં મુકવામાં આવેલા સ્પીકર્સમાં 'જન-ગણ-મન' વાગતાની સાથે જ સ્ટેડિયમમાં અચાનક હોબાળો મચી ગયો.
આ પણ વાંચો : ગિલ તો શું ભારતના એક એક ખેલાડીને જોઈ લઈશું, મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીની બડાશ
લાહોરમાં 'ભારત ભાગ્ય વિધાતા'
પાકિસ્તાની ક્રિકેટ મેનેજમેન્ટ દ્વારા આ મોટી ભૂલ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગાન પહેલા થઈ હતી. ઈંગ્લેન્ડનું રાષ્ટ્રગાન પહેલા વાગ્યું હતું અને તે પુરુ થઈ ગયું હતુ. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન વગાડવાનું હતું. પરંતુ ગ્રાઉન્ડમાં અચાનક 'ભારત ભાગ્ય વિધાતા'.... વાગ્યું હતું. એ પછી તાત્કાલિક રીતે ભારતનું રાષ્ટ્રગાનને બંધ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન વગાડ્યું હતું.
પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયાની નથી મેચ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા આ એક મોટી ભૂલ છે કારણ કે ન તો ટીમ ઈન્ડિયાની કોઈ મેચ પાકિસ્તાનમાં રમાઈ છે અને ન તો ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટની કોઈ મેચ પાકિસ્તાનમાં રમવા જવાની છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ ICC એ ભારતની બધી મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો. ત્યારે મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે ભારત પાસે પાકિસ્તાનમાં રમવા માટે કોઈ મેચ નહોતી, તો પછી ભારતીય રાષ્ટ્રગાન કેવી રીતે વગાડવામાં આવ્યું?