Get The App

VIDEO : ખુરશીઓ તોડી, મુક્કા-લાતો મારી... મહિલા કબડ્ડીની મેચ વચ્ચે મેદાન બન્યો અખાડો

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
VIDEO : ખુરશીઓ તોડી, મુક્કા-લાતો મારી... મહિલા કબડ્ડીની મેચ વચ્ચે મેદાન બન્યો અખાડો 1 - image


Image: Facebook

Punjab vs Tamilnadu Inter University Kabaddi Match: પંજાબના બઠિંડામાં ઈન્ટર-યુનિવર્સિટી ઈવેન્ટ દરમિયાન તમિલનાડુના કબડ્ડી ખેલાડીઓ પર શુક્રવારે હુમલો થઈ ગયો. આ મામલે તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિને પણ પ્રતિક્રિયા આપી. દાવો કરવામાં આવી રહ્યો છે કે કબડ્ડી મેચ દરમિયાન પ્રતિદ્વંદી ટીમે મહિલા ખેલાડીઓ પર હુમલો કર્યો, બાદમાં અન્ય લોકો પણ સામેલ થઈ ગયા. આ દરમિયાન ખૂબ હોબાળો મચ્યો. ખુરશીઓ પણ તોડવામાં આવી.

મેચ રેફરીના એક નિર્ણયથી ખેલાડી નાખુશ થયા બાદ આ લડાઈ શરૂ થઈ. મધર ટેરેસા યુનિવર્સિટી, પેરિયાર યુનિવર્સિટી, અલગપ્પા યુનિવર્સિટી અને ભારથિઅર યુનિવર્સિટી જેવી જુદી-જુદી યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ એથલીટ 'નોર્થ ઝોન ઈન્ટર યુનિવર્સિટી એન્ડ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી કબડ્ડી (મહિલા) ચેમ્પિયનશિપ 2024-25 માં ભાગ લઈ રહ્યા હતા.

રિપોર્ટ અનુસાર ખેલાડીઓ પર પહેલા એક પ્રતિદ્વંદી ટીમના ખેલાડીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં દરભંગા યુનિવર્સિટીની સાથે મેચ દરમિયાન મધર ટેરેસા યુનિવર્સિટી વિરુદ્ધ ફાઉલ એટેકના કારણે વિવાદ શરૂ થઈ ગયો. કબડ્ડી મેચના રેફરીએ મધર ટેરેસા ટીમના એક સભ્ય પર હુમલો કર્યો. તે પહેલા ખેલાડી ફાઉલની અપીલ પર ચર્ચા કરી રહ્યા હતા.

આ પણ વાંચો: ભારત સહિત 6 ટીમ વર્લ્ડ કપ 2025 માટે સીધી ક્વૉલિફાઈ, જુઓ યાદી

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં ખેલાડીઓને અમુક લોકો સાથે અથડામણ કરતાં જોઈ શકાય છે. વીડિયોથી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે અધિકારી હતા કે દર્શક. આ દરમિયાન બંને તરફથી ખુરશીઓ પર ફેંકવામાં આવી અને એક બીજાને લાત મારતા જોવામાં આવ્યા.

તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિનનું નિવેદન પણ આ સમગ્ર મામલે સામે આવ્યું છે. તેમણે કહ્યું કે યુવતીઓ સુરક્ષિત છે અને ટૂંક સમયમાં પાછી આવશે.

આજે સવારે એક નાની ઘટના થઈ. મે ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી કલૈયારસી સાથે વાત કરી છે. હવે બધું કંટ્રોલમાં છે. કોઈ મોટી ઈજા કે કંઈ પણ નથી. વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. તે દિલ્હી પાછા ફરશે અને આજે રાત્રે તેમને દિલ્હી હાઉસમાં રોકવામાં આવશે. તેઓ પરમદિવસે રાત્રે દિલ્હીથી રવાના થશે. તે ખૂબ જલ્દી ચેન્નઈ પહોંચશે.


Google NewsGoogle News