Get The App

તમે જેવા છો, તેવા જ રહો...: ધનશ્રી સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે ચહલનું ભાવુક નિવેદન

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
તમે જેવા છો, તેવા જ રહો...: ધનશ્રી સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે ચહલનું ભાવુક નિવેદન 1 - image


Image: Facebook

Yuzvendra Chahal Post Viral: લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. ચહલે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ચહલ અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. કહેવાઈ રહ્યું છે કે ચહલ અને તેની વાઈફ ધનશ્રી વર્માની વચ્ચે કંઈ ઠીક નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચહલ અને ધનશ્રી ઘણા મહિનાથી અલગ રહી રહ્યાં છે. બંનેના ડિવોર્સની પણ અફવા છે. ચહલ કે ધનશ્રીએ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. 

આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. ચહલે પોતાની તસવીર શેર કરતાં લખ્યું, 'તમે જેવા છો તેવા જ રહો. કોઈને પણ પોતાના વિશે અનુભવ થવા દેશો નહીં.' ચહલની આ પોસ્ટ પર યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. કોઈ ચહલને તૂટેલો આશિક ગણાવી રહ્યાં છે. તો કોઈએ આશા વ્યક્ત કરી કે ચહલ ટૂંક સમયમાં કમબેક કરશે.

આ પણ વાંચો: IPL 2025: RCB બાદ હવે KKR પણ આપશે સરપ્રાઇઝ! 36 વર્ષનો ખેલાડી બની શકે છે કેપ્ટન

લાંબા સમય સુધી ડેટિંગ બાદ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020એ થયા હતાં. ચહલ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ હતો પરંતુ તેને એક પણ મેચ રમવા મળી નથી. યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ માટે રમશે. તેને 18 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે પોતાની સાથે જોડ્યો.


Google NewsGoogle News