Dhanashree Chahal: ચહલ અને ધનશ્રીએ વીડિયો કોલ પર કરી વાત? તલાક મામલે નવો વળાંક!
Image: Facebook
Dhanashree Verma Yuzvendra Chahal Video Call: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની વચ્ચે ડિવોર્સની ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલ અને ધનશ્રીની વચ્ચે વીડિયો કોલ પર વાત થઈ છે પરંતુ આને લઈને કોઈ પ્રકારની સત્તાવાર જાણકારી મળી નથી. ટીમ ઈન્ડિયાના ખેલાડી ચહલે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામથી ધનશ્રી સાથેની તસવીરોને ડિલીટ કરી દીધી હતી. તે બાદથી તલાકના સમાચારોએ વેગ પકડ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં ચહલ અને ધનશ્રી નજર આવી રહ્યાં છે પરંતુ તે બંને અલગ-અલગ ફ્રેમમાં નજર આવી રહ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેની વચ્ચે વીડિયો કોલ પર વાત થઈ છે પરંતુ આ વીડિયો જૂનો લાગી રહ્યો છે અને ફેક પણ લાગી રહ્યો છે. વીડિયોને લઈને કોઈ પણ પ્રકારની સત્તાવાર જાણકારી મળી નથી.
શા માટે ચહલ અને ધનશ્રી વચ્ચે અંતર વધી ગયું
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની વચ્ચે સૌથી પહેલા ઓનલાઈન વાતચીત થઈ હતી. આ બંને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. તે બાદ ચહલ તેની પાસે ડાન્સ શીખવા માટે ગયો હતો, મિત્રતા થયા બાદ બંનેને પ્રેમ થઈ ગયો અને લગ્ન કરી લીધા. ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યાં હતાં પરંતુ હવે અંતર વધી ગયું છે. તેનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
સોશિયલ મીડિયાથી મળ્યા અને ત્યાંથી જ અલગ થયા
ધનશ્રી અને ચહલ સોશિયલ મીડિયાથી મળ્યા હતા. હવે અહીંથી અલગ થવાના સંકેત પણ આપી દીધા. ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામની સાથે ચહલને જોડ્યું હતું પરંતુ તેણે ઘણા સમય પહેલા તેને હટાવી દીધું. હવે યુઝવેન્દ્રએ ધનશ્રીની સાથેની તમામ તસવીરોને ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી દીધી.