'મારા વિરુદ્ધ દાખલ કેસમાં કોઈ દમ નથી, સુનાવણી ના કરો', ધોનીએ શા માટે કોર્ટને કરી આવી વિનંતી?

ધોનીના જ જૂના મિત્રએ તેની વિરુદ્ધ માનહાનિનાનો કેસ દાખલ કર્યો હતો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
'મારા વિરુદ્ધ દાખલ કેસમાં કોઈ દમ નથી, સુનાવણી ના કરો', ધોનીએ શા માટે કોર્ટને કરી આવી વિનંતી? 1 - image


નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી 2024, સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. ધોનીના જ જૂના મિત્રએ તેની વિરુદ્ધ માનહાનિનાનો કેસ દાખલ કર્યો હતો. ધોનીના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે તેની સામે દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી સુનાવણી યોગ્ય નથી.

જો કે, દિલ્હી હાઈકોર્ટે હાલમાં ધોની, કેટલાક મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિરુદ્ધ કોઈપણ વચગાળાનો આદેશ પસાર કરવાનો ઈનકાર કરી દીધો છે જેથી તેમને કોઈપણ મંચ પર વાદી વિરુદ્ધ કોઈપણ કથિત ખોટી બદનક્ષીપૂર્ણ સામગ્રી પોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવા પર રોક લગાવી શકાય જે તેમની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. 

ધોનીના વકીલ હાઈકોર્ટમાં હાજર થયા અને કહ્યું કે, પૂર્વ ભારતીય કેપ્ટન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી સુનાવણી યોગ્ય નથી. તેમના વકીલે વધુમાં કહ્યું કે, તેમને ફરિયાદની નકલ અને સંબંધિત દસ્તાવેજો નથી મળ્યા અને તેમને કેસ દાખલ કરવા વિશે માત્ર હાઈકોર્ટ રજિસ્ટ્રી દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા. 

તેના પર કોર્ટે વાદીના વકીલને ત્રણ દિવસમાં ધોનીના વકીલને દસ્તાવેજોનો સંપૂર્ણ સેટ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. વાદી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તેઓ માત્ર મીડિયા દ્વારા નિષ્પક્ષ રિપોર્ટિંગ ઈચ્છે છે અને દાવો કર્યો હતો કે તેમના ક્લાઈન્ટ વિરુદ્ધ મીડિયા રિપોર્ટિંગ નિષ્પક્ષ નથી કારણ કે તેમને પહેલાથી જ ઠગ અને ચોર ગણાવી દેવામાં આવ્યા છે.

મીડિયા હાઉસમાંથી એકનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ સિદ્ધાંત કુમારે એ પણ દલીલ કરી હતી કે અરજી સુનાવણી યોગ્ય નથી અને તેમણે અગાઉના ચુકાદામાં કહ્યું હતું કે જ્યાં સુધી મીડિયા હાઉસ સહિત દરેક પ્રતિવાદી સામે ચોક્કસ આરોપો લગાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ કેસ નહીં બનશે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલો આ કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી આવતો. 

ધોનીના બિઝનેસ પાર્ટનર્સે કર્યો માનહાનિનો કેસ

બિઝનેસ પાર્ટનર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તેઓએ કોર્ટને ધોની દ્વારા કરવામાં આવેલા 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના ખોટા આરોપોને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાનથી બચાવવા માટે કહ્યું છે. અરજીમાં માહિતી આપવામાં આવી છે કે 15 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી ઉપરાંત ધોનીએ તેમના પર વર્ષ 2017ના કરારના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો હતો.

ધોનીએ થોડા દિવસો પહેલા કર્યો હતો કેસ

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે બંનેએ સ્થાપિત એકેડમી અંગેના કરારનું સન્માન કર્યું નથી. આ ઉપરાંત બંનેએ લગભગ 16 કરોડ રૂપિયાની છેતરપિંડી પણ કરી હતી. આ કેસ ધોની તરફથી આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વિરુદ્ધ રાંચીની નીચલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News