દારૂની કુટેવમાં બરબાદ થઈ ત્રણ દિગ્ગજ ક્રિકેટરની કારકિર્દી, એક તો સચિનનો પાક્કો મિત્ર હતો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

દારૂની કુટેવમાં બરબાદ થઈ ત્રણ દિગ્ગજ ક્રિકેટરની કારકિર્દી, એક તો સચિનનો પાક્કો મિત્ર હતો 1 - image

Image: Facebook

3 Cricketers Who Were Addicted to Alcohol: ભારત સિવાય વિશ્વના ઘણાં દેશોમાં ક્રિકેટ ચાહકો છે. જેન્ટલમેન ગેમ કહેવાતી ક્રિકેટમાં ખેલાડીઓ પાસે સારા વર્તનની આશા રાખવામાં આવે છે. જોકે, ઈતિહાસમાં એવો સમય આવ્યો જ્યારે ખેલાડીઓએ તમામ હદોને પાર કરી દીધી. જેમાં ખેલાડીઓનું કરિયર નશાની લતના કારણે બરબાદ થઈ ગયું.  

એન્ડ્રુ સાયમન્ડ્સ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ પૈકીનો એક એન્ડ્રુ સાયમન્ડ્સનું નામ આ યાદીમાં પહેલું આવે છે. 21મી સદીની શરૂઆતમાં સાયમન્ડ્સે ત્રણેય ફોર્મેટમાં પોતાનો દબદબો બનાવ્યો હતો. જોકે આ બેટ્સમેનને દારૂ પીવાની લત લાગી ગઈ. તેણે પોતાની વાતચીતમાં એક વખત જણાવ્યું હતું કે હું આખી દારૂની બોટલ પીવાની તાકાત ધરાવું છું. વર્ષ 2009માં એન્ડ્રુ સાયમન્ડ્સનો ગ્રાફ નીચે આવ્યો. તેને શિસ્તભંગના કારણે બેન કરી દેવાયો. વર્ષ 2022માં તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. 

વિનોદ કાંબલી

ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેન્ચ્યુરી મારનાર વિનોદ કાંબલી એક સમયે ભારતનો ઉભરતો સિતારો ગણાતો હતો. ઘણા ક્રિકેટ પંડિતોનું માનવું હતું કે કાંબલી પોતાના મિત્ર સચિન કરતાં પણ વધુ ખતરનાક બેટ્સમેન બનશે. તેણે માત્ર 21 વર્ષની ઉંમરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને આ વાતને સાબિત પણ કરી દીધી. રિપોર્ટ અનુસાર કાંબલી નશો કરવા લાગ્યો. જેના કારણે તેનું કરિયર શરૂ થતાં જ ખતમ થઈ ગયુ. પોતે કાંબલીએ દારૂ પીવાની ખરાબ આદતનો સ્વીકાર કરી દીધો હતો. 

જેસી રાઈડર

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસી રાઈડરનું લિસ્ટમાં ત્રીજું નામ આવે છે. રાઈડર ન્યૂઝીલેન્ડના તાબડતોડ બેટ્સમેનો પૈકીનો એક હતો. તેણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆતમાં ખૂબ રન પણ બનાવ્યા. દારૂના નશાના કારણે રાઈડર પોતાના કરિયરથી ભટકી ગયો. માર્ચ 2013માં તેની ઉપર જીવલેણ હુમલો પણ થયો. માથામાં ઈજા પહોંચવાના કારણે તે થોડા દિવસ કોમામાં જતો રહ્યો પરંતુ દારૂની લત છોડી શક્યો નહીં. 


Google NewsGoogle News