IPL 2025: RCB સહિત આ 4 ટીમોમાં બદલાશે કેપ્ટન! રોહિત અને પંત જેવા ધુરંધર રેસમાં

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
IPL 2025: RCB સહિત આ 4 ટીમોમાં બદલાશે કેપ્ટન! રોહિત અને પંત જેવા ધુરંધર રેસમાં 1 - image


Image: Facebook

IPL 2025: રોહિત શર્માને હટાવીને ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તે 10માં સ્થાન પર જ હતી. તેમ છતાં એવું લાગી રહ્યું હતું કે ફ્રેન્ચાઈજી હાર્દિક પર જ વિશ્વાસ રાખશે, પરંતુ છેલ્લા અમુક દિવસોમાં બધું જ બદલાઈ ગયું છે. સૂર્યકુમાર યાદવ ટી20માં ભારતનો કેપ્ટન બની ગયો છે. દરમિયાન તેની દાવેદારી પણ મજબૂત થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે ફ્રેંચાઈજી આ વખતે કોને ટીમથી બહાર કાઢે છે. હાર્દિકને કેપ્ટન બનાવી રાખે છે તો રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહમાંથી કોઈ એકને બહાર કાઢી શકે છે જો હાર્દિકનું પત્તું કપાય છે તો સૂર્યકુમાર મુંબઈનો કેપ્ટન બની શકે છે. 

લખનૌ સુપર જાયન્ટ્સ

દિલ્હી કેપિટલ્સની જેમ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ કેપ્ટન બદલવા પર વિચાર કરી રહી છે. લખનૌના કેપ્ટન કેએલ રાહુલ ટીમથી અલગ થઈ શકે છે. તે કોઈ બીજી ટીમની સાથે જોડાઈ શકે છે. ફ્રેંચાઈજી અને રાહુલની વચ્ચે સંબંધ હવે પહેલા જેવા રહ્યાં નથી. ગત સિઝનમાં મેદાન પર જ ટીમના માલિક સંજીવ ગોયંકા અને રાહુલની વચ્ચે આકરી વાતચીત થઈ હતી. તેનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. લખનૌની નજર રોહિત શર્મા પર છે. જો મુંબઈની ટીમ તેને રિટેન કરતી નથી તો લખનૌ રોહિતને ખરીદવા માટે મોટી રકમ કાઢી શકે છે.

દિલ્હી કેપિટલ્સ

રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઈજી ઋષભ પંત સાથે ખુશ નથી. ટીમ એ વાત પર વિચાર કરી રહી છે કે પંતને રિટેન કરાય કે નહીં. જોકે ટીમના ડાયરેક્ટર સૌરવ ગાંગુલીનો સાથ પંતને મળ્યો છે. તે પંતને કેપ્ટન બનાવી રાખવાનું સમર્થન કરી રહ્યો છે. હવે જોવાનું છે કે દિલ્હીની ટીમ પંતને કેપ્ટન બનાવી રાખે છે કે તેને બહાર કરે છે. લખનૌની જેમ દિલ્હી ફ્રેંચાઈજી પણ રોહિત શર્માને ખૂબ પસંદ કરે છે. હવે જોવાનું એ રહેશે કે હિટમેન દિલ્હી માટે રમી શકે છે કે નહીં. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) આ વખતે નવા કેપ્ટનની સાથે ઉતરી શકે છે. ફાફ ડુપ્લેસિસની કેપ્ટનશિપમાં પણ ટીમ ટ્રોફી જીતી શકી નથી. ફ્રેંચાઈજી કોઈ ભારતીય કેપ્ટન પાછળ જઈ શકે છે. દરમિયાન કેએલ રાહુલ ટીમ માટે સૌથી સારો વિકલ્પ છે. તે કર્ણાટકનો રહેવાસી પણ છે અને પહેલા આરસીબી માટે રમી પણ ચૂક્યો છે. વિરાટ કોહલીની સાથે પણ તેના સંબંધ સારા છે. 

ચેન્નઈમાં જશે પંત?

રિપોર્ટ અનુસાર ઋષભ પંતને ચેન્નઈ સુપરકિંગ્સ ફ્રેંચાઈજી ખૂબ પહેલેથી પસંદ કરી રહી છે. તે ટીમના રડાર પર છે. જો મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં ન રમવાનો નિર્ણય કરે છે તો ટીમ ઋષભ પંતને સામેલ કરવા પર વિચાર કરશે. ફ્રેંચાઈજીની નજર હંમેશા દેશના ટોપ વિકેટકીપર પર રહી છે. 


Google NewsGoogle News