Get The App

ફાઇનલ મેચમાં ઉતરતા જ મહારેકૉર્ડ બનાવશે કેપ્ટન રોહિત શર્મા, ધોનીની કરશે બરાબરી

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Captain Rohit Sharma will create a new record


Captain Rohit Sharma Will Create A Big Record: T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ આજે બાર્બાડોસ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો ટુર્નામેન્ટમાં અજેય રહી છે. માટે મેચ રોમાંચક રહી શકે છે. ભારત ત્રીજી વખત જ્યારે દક્ષિણ આફ્રિકા પહેલીવાર T20 વર્લ્ડકપની ફાઇનલમાં રમશે. આ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તે એમએસ ધોની અને કેન. વિલિયમસન વાળા ખાસ ક્લબમાં જગ્યા બનાવી લેશે.

રોહિત બનાવશે કેપ્ટનશીપનો નવો રેકોર્ડ

રોહિત ત્રણ અલગ-અલગ આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમનું નેતૃત્વ કરનાર ત્રીજો કેપ્ટન બનશે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારત વર્ષ 2023માં વનડે વર્લ્ડકપ અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમ્યું હતું. બંને વખત ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડકપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમી હતી. ત્રણેય ટ્રોફી જીતનાર ધોની એકમાત્ર કેપ્ટન છે.

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુએ આ ભારતીય ખેલાડીની બેટિંગને કરી ટ્રોલ, પોસ્ટ કરીને કહ્યું, આત્મવિશ્વાસ 100 ટકા, સ્કિલ 0 ".

સૌથી વધુ ફાઈનલ રમવાનો રેકોર્ડ ધોની અને રિકી પોન્ટિંગના નામે

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટર વિલિયમસને પણ આઈસીસી ટૂર્નામેન્ટના ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે. તેના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડે વનડે વર્લ્ડકપ 2019, T20 વર્લ્ડકપ 2021 અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલ રમી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ ભારત સામે જીતી ગયું હતું. તમને જણાવી દઈએ કે કેપ્ટન તરીકે સૌથી વધુ વખત આઈસીસી ફાઈનલ રમવાનો રેકોર્ડ ધોની અને રિકી પોન્ટિંગના નામે છે. બંનેએ ચાર વખત આવું કર્યું.

આઈસીસી ટુર્નામેન્ટ ફાઇનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રહેલા

4 - રિકી પોન્ટિંગ

4 - એમએસ ધોની

3 - રોહિત શર્મા*

3 - સૌરવ ગાંગુલી

3 - બ્રાયન લારા

3 - ક્લાઇવ લોયડ

3 - કેન વિલિયમસન

આ પણ વાંચો: T20 World Cup Final 2024: ફાઈનલમાં કોણ મજબૂત, જાણો ભારત અને દ.આફ્રિકામાં કોનું પલડું ભારે?

વનવાસ ખતમ કરવાની શાનદાર તક

ભારતીય ટીમ 11 વર્ષથી T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી. રોહિત પાસે આ વખતે ખીતાબ જીતીને 11 વર્ષનો વનવાસ ખતમ કરવાની શાનદાર તક છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2013માં છેલ્લું આઈસીસી ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ભારતે એ જ વર્ષમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ ભારત ઘણી વખત સેમિફાઇનલ અને ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે પરંતુ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું નથી. દક્ષિણ આફ્રિકા સામે ભારતનો રેકોર્ડ સારો છે. બંને ટીમ T20 વર્લ્ડકપમાં કુલ 6 વખત એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં ભારત ચાર વખત જીત્યું હતું.


Google NewsGoogle News