Get The App

ટીમ ઈન્ડિયા પાસે 9 ઝડપી બોલર હોવા જોઈએ જેથી...' ભવિષ્ય માટે હિટમેનનો મેગા પ્લાન

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયા પાસે 9 ઝડપી બોલર હોવા જોઈએ જેથી...' ભવિષ્ય માટે હિટમેનનો મેગા પ્લાન 1 - image

Rohit Sharma  : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અનુસાર ટીમના ખેલાડીઓએ ઈજાઓથી દૂર રહેવું જોઈએ. અને તેને લઈને રોહિતે બેન્ચ સ્ટ્રેન્થને ઝડપી બોલિંગ માટે વધુ મજબૂત કરવાની વાત કરી છે. જેથી કરીને જો કોઈ ઝડપી બોલર છેલ્લી ક્ષણે પણ પ્લેઈંગ 11માં જોડાવા તૈયાર હોય તો આવા આઠ કે નવ ખેલાડીઓ તૈયાર હોવા જોઈએ.

ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા રોહિતે કહ્યું, 'અમે એક બેન્ચ સ્ટ્રેન્થ બનાવવા માંગીએ છીએ, જેથી કરીને કાલે કોઈને કંઈ થાય તો અમારે ચિંતા કરવાની જરૂર રહે નહી. કેટલાક સભ્યો પર ટીમનું નિર્ભર રહેવું હિતાવહ નહી. અમે તે જ સમયે ભવિષ્ય તરફ જોવા માંગીએ છીએ, અમે ઇચ્છીએ છીએ કે અમને યોગ્ય ખેલાડી મળે.'

રોહિતે કહ્યું, 'અમે એવા ખેલાડીઓ બનાવવા માંગીએ છીએ કે જો તે ઈજાગ્રસ્ત થઇ જાય તો પણ તે તરત જ આગળ આવી શકે અને અન્યની ભૂમિકામાં ફિટ થઈ શકે. આ ત્રણ-ચાર વિકલ્પોની વાત નથી. અમે તેવું કરવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ. જ્યારે બેટિંગની વાત આવે છે, ત્યારે ઘણાં બધા વિકલ્પો હોય છે. અમે બોલરો સાથે પણ આવું જ કરવા માંગીએ છીએ.'

ભારત ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની સીરિઝ માટે 15 સભ્યોની ટીમની સાથે હર્ષિત રાણા, મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે સામેલ કર્યા છે. મયંક અને રેડ્ડીએ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે રાણાને તક મળી ન હતી.

આ પણ વાંચો : VIDEO: પાકિસ્તાની ખેલાડીની ગજબની બેટિંગ જોઈ ફિદા થયો આ ભારતીય ક્રિકેટર, પોસ્ટ થઈ વાઈરલ

ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીઓ વિશે રોહિતે કહ્યું, 'અમે તેમને અમારી નજીક રાખવા માગતા હતા. કારણ કે અમે તેમને ઓસ્ટ્રેલિયા લઈ જવાનું વિચારી રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. અને અમે ફક્ત તેમના પર નજર રાખીને તેમનો વર્કલોડને જોવા માંગીએ છીએ. અમે તેમનામાં ક્ષમતા જોઈ છે, હું સમજું છું કે તેમણે વધુ રેડ બોલ ક્રિકેટ રમ્યું નથી, પરંતુ જ્યારે તમે કોઈ પ્રતિભાને જુઓ છો, ત્યારે તેને વિકસાવવાનો પ્રયાસ કરવા માંગો છો.'

ભારતની બોલિંગ લાઇન અપનો સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી જસપ્રિત બુમરાહ છે. રોહિતે બુમરાહ વિશે કહ્યું, ' તે હંમેશાથી લીડરશીપ ગ્રુપનો ભાગ રહ્યો છે. અને અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેણે ઘણું ક્રિકેટ રમ્યું છે. તે રમતને સારી રીતે સમજે છે.'


Google NewsGoogle News