કૅપ્ટન રોહિતે ટીમ ઇન્ડિયાના યુવાન બેટરના કર્યા વખાણ, કહ્યું- એને ઓસ્ટ્રેલિયન સામે છૂટ્ટો દોર આપ્યો
Rohit sharma praised Yashasvi Jaiswal : હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર(બોક્સિંગ ડે)ના રોજ મેલબોર્નમાં રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા કૅપ્ટન રોહિત શર્માએ 24 ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જ્યાં તેણે સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ વિશે પણ વાત કરી હતી.
શું કહ્યું રોહિત શર્માએ?
રોહિતે કહ્યું હતું કે, 'જયસ્વાલ અહીંયા પહેલીવાર રમવા આવ્યો છે. અત્યાર સુધીમાં તેણે બતાવી દીધું છે કે તે શું કરવા માટે સક્ષમ છે. તેની પાસે ઘણું ટેલેન્ટ છે. આ સ્થિતિમાં તેને વધારે પડતું ટોક્વાનો કોઈ અર્થ નથી. તે પોતાની રમત સારી રીતે જાણે છે. અમે તેને પોતાની રીતે રમવા માટે છોડી દીધો છે. તે પરિસ્થિતિ અનુસાર મેચમાં રમે છે. આપણે બધાં જાણીએ છીએ કે જો તે પોતાની લયમાં હોય તો તે ખૂબ જ ખતરનાક ખેલાડી છે.'
આ પણ વાંચોઃ એકનાથ શિંદેએ વિનોદ કાંબલીની કરી આર્થિક મદદ, સારવાર માટે 5 લાખ રૂપિયા આપ્યા
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
22-25 નવેમ્બર : પહેલી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
6-8 ડિસેમ્બર : બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત)
14-18 ડિસેમ્બર : ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ડ્રો)
26-30 ડિસેમ્બર : ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી : પાંચમી ટેસ્ટ, સિડની