હિટમેન'ની હવે આ મોટા રેકોર્ડથી બસ 3 છગ્ગા દૂર, શ્રીલંકા સામે ઈતિહાસ રચવાની તક

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
હિટમેન'ની હવે આ મોટા રેકોર્ડથી બસ 3 છગ્ગા દૂર, શ્રીલંકા સામે ઈતિહાસ રચવાની તક 1 - image

Rohit Sharma Can Create A Record During Sri Lanka Tour: આગામી શ્રીલંકા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 વનડે અને 3 T20 મેચ રમવાની છે. સિરીઝની પહેલી વનડે મેચ 2 ઓગસ્ટે રમાશે. જેમાં T20 મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતની કેપ્ટનશિપ કરશે. જ્યારે રોહિત વનડેમાં ટીમની કમાન સંભાળશે. શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે ઈતિહાસ રચવાની તક હશે. 

આ પણ વાંચો: એક જ ભારતીય ખેલાડીને ધોનીના રિટાયરમેન્ટ પ્લાન વિશે છે બધી જાણકારી, સ્ટાર બોલરનો ઘટસ્ફોટ

છગ્ગા ફટકારી રોહિત રેકોર્ડ બનાવી શકે છે

શ્રીલંકા સામેના મેચમાં જો રોહિત તેની બેટિંગ દરમિયાન ત્રણ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર કેપ્ટન અને બેટર બની જશે. કેપ્ટન તરીકે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 231 છગ્ગા ફટકાર્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનના નામે છે. મોર્ગને કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 233 છગ્ગા ફટકાર્યા છે. એટલે કે રોહિત મોર્ગનેનો રેકોર્ડ તોડવા માત્ર ત્રણ છગ્ગા જ દુર છે. રેકોર્ડ તોડવાની સાથેજ રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારો કેપ્ટન બની જશે. તમને જણાવી દઈએ કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 211 છગ્ગા ફટકાર્યા છે. જયારે રિકી પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 171 છગ્ગા ફટકારયા હતા.

આ પણ વાંચો: IPLમાં મોટી ઉથલપાથલના સંકેત, વધુ એક કેપ્ટન ટીમનો સાથ છોડશે, RCBમાં કરી શકે છે ઘરવાપસી!

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓ

ઇઓન મોર્ગન-233

રોહિત શર્મા-211

રિકી પોન્ટિંગ- 171

બેન્ડમ મેક્કુલમ- 170

વિરાટ કોહલી- 138

રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20000 રન પૂરા કરવામાં 923 રન દૂર

આ સિવાય રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20000 રન પૂરા કરવાથી 923 રન દૂર છે. આ વર્ષે ભારત 9 ટેસ્ટ અને 3 વનડે મેચ રમવાની છે. આ સ્થિતિમાં આશા છે કે આ વર્ષે રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરશે.


Google NewsGoogle News