IND vs SL રોહિત પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરી શકે છે બહાર

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
IND vs SL રોહિત પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરી શકે છે બહાર 1 - image

IND vs SL, 1st ODI Match: આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરિઝની પહેલી મેચ કોલંબોમાં રમાશે. આ સીરિઝમાં કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓની વનડે ટીમમાં વાપસી થઇ રહી છે. આ વનડે સીરિઝ દરમિયાન બે વિકેટકીપર અને તેની સાથે બેટર ભારતીય ટીમ પાસે ઉપલબ્ધ છે. જેમાં રિષભ પંત અને કે.એલ રાહુલનો સમાવેશ થાય છે. અગાઉ પંત શ્રીલંકા સામેની T20 સીરિઝમાં રમ્યો હતો. IPL 2024 બાદ પંતને સતત T20 ક્રિકેટમાં રમવાની તક મળી રહી છે. હવે પંતને વનડે સીરિઝમાં તક મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો: IND vs SL: સૂર્યકુમાર અને જયસ્વાલ નહીં રમે, ભારતીય ટીમમાં 6 દિગ્ગજ ક્રિકેટરોની વાપસી, જુઓ કેવી છે વન ડે ટીમ

રોહિત પંતને ટીમમાંથી બહાર રાખી શકે

પહેલી વનડેમાં પંતને પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. પંતના અકસ્માત પછીથી લગભગ 14 મહિનાથી ક્રિકેટથી દુર રહેવાને લીધે ટીમના વિકેટકીપર અને બેટર તરીકે કે.એલ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હવે વનડે ટીમમાં પરત ફર્યા બાદ કે.એલ રાહુલને ટીમમાં જગ્યા મળવાની સંભાવના વધુ મનાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી હટાવીને રાહુલને ટીમમાં લાવી શકે છે.

આ ખેલાડી કરી શકે છે વનડેમાં ડેબ્યૂ 

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ વનડે સીરિઝ દરમિયાન આરામ લીધો છે. જેથી મનાઈ રહ્યું હતું કે, રિયાન પરાગનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરીને, તેને વનડેમાં ડેબ્યૂ કરવાની તક અપાઈ શકે છે. અગાઉ T20 સીરિઝ માટે રિયાન પરાગને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું હતું. જો કે ટીમમાં અન્ય ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબે પણ એક વિકલ્પ તરીકે હાજર છે, પરંતુ રિપોર્ટ અનુસાર દુબને તક મળવાની ઘણી ઓછી સંભાવના છે.

IND vs SL રોહિત પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરી શકે છે બહાર 2 - image


Google NewsGoogle News