Get The App

INDW vs NZW: ભારતીય કૅપ્ટને પિત્તો ગુમાવ્યો, મેદાનની વચ્ચે અમ્પાયર સાથે થઈ બોલાચાલી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
INDW vs NZW: ભારતીય કૅપ્ટને પિત્તો ગુમાવ્યો, મેદાનની વચ્ચે અમ્પાયર સાથે થઈ બોલાચાલી 1 - image


Image Source: Twitter

INDW vs NZW: મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં એક ખૂબ જ રસપ્રદ ઘટના ઘટી હતી, જેમાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે પિત્તો ગુમાવી દીધો હતો અને મેદાનની વચ્ચે જ અમ્પાયર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ મામલો કીવી બેટ્સમેન અમેલિયા કેર સાથે સંબંધિત છે, જે 14મી ઓવરમાં રનઆઉટ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં અમ્પાયરો દ્વારા તેને પરત બોલાવી લેવામાં આવી હતી. આ કારણે ગુસ્સામાં હરમનપ્રીતની અમ્પાયરો સાથે બોલાચાલી થઈ ગઈ હતી, જેના કારણે મેચ થોડીવાર માટે રોકી દેવામાં પણ આવી હતી.

14મી ઓવરમાં ભારત તરફથી દીપ્તિ શર્મા બોલિંગ કરી રહી હતી અને ઓવરના છેલ્લા બોલ પર અમેલિયા કેરે બોલને લોંગ-ઑફ તરફ ધકેલીને સિંગલ રન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ન્યૂઝીલૅન્ડની ખેલાડીઓ બીજો રન બનાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે હરમનપ્રીતે ઝડપથી બોલ વિકેટકીપર રિચા ઘોષ તરફ થ્રો કર્યો હતો. જ્યારે રિચાએ ડાઇવ લગાવીને કેરને રન આઉટ કરી દીધી હતી. જ્યારે ભારત રન આઉટનો જશ્ન મનાવી રહ્યું હતું ત્યારે કેર પણ પેવેલિયનમાં પરત ફરી રહી હતું પરંતુ ત્યારબાદ અમ્પાયરે કેરને પરત બોલાવી લીધી.

હરમનપ્રીત આ નિર્ણયની વિરુદ્ધ હતી, તેથી ગુસ્સામાં તેની અમ્પાયર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. બીજી તરફ ટીમ ઇન્ડિયાના હેડ કોચ અમૂલ મજુમદાર પણ કન્ફ્યૂઝ થઈ ગયા હતા કે આ શું ચાલી રહ્યું છે. આ વિષય પર ભારતની કૅપ્ટન હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના અને કોચ પણ થર્ડ અમ્પાયર સાથે વાત કરતાં નજર આવ્યા હતા.

થોડી જ વારમાં આઉટ થઈ ગઈ અમેલિયા કેર

14મી ઓવરના છેલ્લા બોલ પર રનઆઉટ થવા છતાં અમેલિયા કેરને પરત બોલાવવામાં આવી હતી. પરંતુ તે આ જીવનદાનનો વધુ ફાયદો ન ઉઠાવી શકી. માત્ર 2 બોલ પછી એટલે કે 15મી ઓવરના બીજા બોલ પર જ તેણે રેણુકા સિંહના બોલ પર પૂજા વસ્ત્રાકર દ્વારા કેચ આઉટ થઈ ગઈ હતી. તેણે 22 બોલ રમીને 13 રન બનાવ્યા હતા.


Google NewsGoogle News