Get The App

ભારતીય ફૂટબોલ ટીમે 2-0થી લેબનોનને હરાવીને ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો

- ભારત હવે નવા ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-100માં સ્થાન મેળવશે

-સુનિલ છેત્રી અને એલ.છંગટેના ગોલ નિર્ણાયક, વિજેતાને રુપિયા 1 કરોડનું ઈનામ

Updated: Jun 18th, 2023


Google NewsGoogle News
ભારતીય ફૂટબોલ ટીમે 2-0થી લેબનોનને હરાવીને ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો 1 - image

ભુવનેશ્વર, તા.18

ભારતીય મેન્સ ફૂટબોલ ટીમે ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં હાયર રેન્ક ધરાવતી લેબનોનની ટીમને 2-0થી હરાવીને ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતી લીધો હતો. ભારતે આ સાથે 1977 પછી પહેલીવાર લેબનોન સામે વિજય મેળવ્યો હતો. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ભારતીય ફૂટબોલ ટીમની ઐતિહાસિક જીત બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટીમને રુપિયા 1 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. 

ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં અજેય રહેલી ભારતીય ટીમ આગામી ફિફા રેન્કિંગમાં ટોપ-100 દેશોમાં સ્થાન મેળવી લેશે તે નક્કી લાગી રહ્યું છે. ભારત અને લેબનોન વચ્ચેનો મુકાબલો બરોબરીનો રહ્યો હતો. સુનિલ છેત્રીએ 46મી મિનિટે ગોલ ફટકારતાં ભારતને સરસાઈ અપાવી હતી. છેત્રીનો આ 87મો ગોલ હતો. જે પછી એલ.છંગટેએ બીજો ગોલ ફટકાર્યો હતો અને ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી હતી. 

અગાઉ ભારતે લીગ રાઉન્ડમાં 2-0થી મોંગોલિયાને હરાવ્યું હતુ. જ્યારે વાનુઆટુ સામે ભારતનો 1-0થી વિજય થયો હતો. ભારત અને લેબનોન વચ્ચેની ગ્રૂપ મેચ 0-0થી ડ્રો રહી હતી. 




Google NewsGoogle News