શું ફરી કેપ્ટન બની શકે છે વિરાટ કોહલી? કારણ જાણીને ચોંકી જશો
Image: Facebook
Rohit Sharma: છેલ્લી કેટલીક મેચમાં બેટથી સતત ફ્લોપ થયા બાદ રોહિત શર્માના ટેસ્ટ કરિયર પર સવાલ ઉઠવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તેને ટીમ ઈન્ડિયાથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. જો હિટમેન ટેસ્ટ ટીમથી બહાર થાય છે તો આગામી મેચમાં ભારતીય ટીમની અધ્યક્ષતા કોણ કરશે. આ એક મોટો સવાલ છે. દરેક જાણવા ઈચ્છે છે કે રોહિત બાદ બ્લૂ ટીમની અધ્યક્ષતા કોણ કરશે.
એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી નેતૃત્વની ભૂમિકામાં પાછો આવી શકે છે કેમ કે ઓસ્ટ્રિલિયન પ્રવાસ પર તે રોહિત શર્માથી વધુ આક્રમક નજર આવ્યો છે. એટલું જ નહીં તે રોહિતથી વધુ યુવાન ખેલાડીઓનું માર્ગદર્શન કરતો પણ નજર આવી રહ્યો છે. તેણે પોતાના અનુભવના આધારે યુવાન ખેલાડીઓનો સતત ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો: કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી ડ્રોપ થશે? ગૌતમ ગંભીરના ગોળ-ગોળ જવાબે ચર્ચા જગાવી
કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો ટેસ્ટ રેકોર્ડ
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ મેચમાં અધ્યક્ષતા કરનાર પહેલો કેપ્ટન છે. તેણે ભારતીય ટીમની 2014થી 2022 સુધી કુલ 68 મેચમાં અધ્યક્ષતા કરી છે. આ દરમિયાન 58.82ની સરેરાશથી 40 મેચ જીતાડવામાં સફળ રહ્યો. તેની અધ્યક્ષતામાં દેશને લગભગ 17 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ સિવાય 11 મેચ ડ્રો રહી.
રોહિત શર્માની અધ્યક્ષતામાં બ્લૂ ટીમે અત્યાર સુધી કુલ 24 મેચ રમી છે. આ દરમિયાન ટીમને 12 મેચમાં જીત મળી છે, જ્યારે નવ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય ત્રણ મેચ ડ્રો થઈ છે. રોહિતની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયાને 50.00 ટકા મેચમાં જીત મળી છે.