Get The App

મેચ રમ્યા વગર જ ફાઇનલમાં પહોંચી શકે છે ભારત, સેમિ ફાઇનલ પહેલા આવ્યો પિચ રિપોર્ટ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
RAIN IN SEMI FINAL


The Weather Report Came Before The Semi Final: હવે T20 વર્લ્ડ કપ 2024માં માત્ર 3 મેચ બાકી છે. ત્યારબાદ T20 ક્રિકેટને તેનો નવો વર્લ્ડ ચેમ્પિયન મળી જશે. ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો આ ખિતાબની રેસમાં બાકી છે. હવે ટુર્નામેન્ટની પ્રથમ સેમિ ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. અને બીજી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમિ ફાઈનલ આવતીકાલે રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ) ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. જેમાંથી કોઇપણ 2 ટીમો ફાઈનલમાં પહોચશે. જ્યાં આવતીકાલે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : T20 WC 2024: ધોની નથી તો ફરી જીતી જઈશું, યુવરાજના પિતાનું સેમિ ફાઈનલ પહેલા વિચિત્ર નિવેદન

મેચના દિવસે કેવું રહેશે હવામાન વરસાદ 

મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. ગયાનામાં સવારે 10 વાગ્યે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેચનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ સમયગાળા દરમિયાન 35 થી 68 ટકા  વરસાદ થવાની શક્યતા છે. વરસાદને કારણે મેચ મોડી પણ શરૂ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, દિવસભર આકાશમાં વાદળછાયું હવામાન રહેશે. જો કે ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ મેચ વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝમાં એક વાત સારી છે કે વરસાદ બંધ થયાની 10 મિનિટમાં મેચ શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિક માટે ભારત સજ્જ... હોકી ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહને સોંપાયું સુકાનીપદ

જો વરસાદના કારણે મેચ રદ થયો તો?

જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો કે, આ મેચ માટે 250 વધારાની મિનિટ રાખવામાં આવી છે. જેમાં 10-10 ઓવરની મેચો યોજવામાં આવી શકે છે. આઈસીસીના નિયમો અનુસાર, સુપર-8ના મેચમાં પરિણામ માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ જરૂરી હતી. પરંતુ સેમિ ફાઈનલમાં 10-10 ઓવરની મેચ થવી જરૂરી છે. જો 10-10 ઓવરની મેચ ન થઈ શકે તો મેચ રદ્દ થઈ જશે અને ભારતીય ટીમને ફાઈનલની ટિકિટ મળી જશે. 

આ પણ વાંચો : સેમિ ફાઈનલ પહેલાં ભારતીય ટીમના આ ખેલાડીને ઝટકો, ICC T20 રેન્કિંગમાં નંબર-1 તાજ ગુમાવ્યો


Google NewsGoogle News