Get The App

ઓસ્ટ્રેલિયાના જાદુઈ સ્પિનર સામે ન્યૂઝીલેન્ડના બેટર ઘૂંટણીએ, 10 વિકેટો ઝડપી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ

ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 8 વર્ષ બાદ ઘરઆંગણે હરાવ્યું હતું

ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપે 5 વિકેટ લીધી હતી

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયાના જાદુઈ સ્પિનર સામે ન્યૂઝીલેન્ડના બેટર ઘૂંટણીએ, 10 વિકેટો ઝડપી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ 1 - image
Image:Twitter

AUS vs NZ 1st Test : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામે મોટી જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 369 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ બીજી ઇનિંગમાં માત્ર 196 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​નાથન લિયોને 10 વિકેટ લઈને મેચમાં હલચલ મચાવી દીધી હતી. પ્રથમ ઇનિંગમાં 383 રન બનાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઇનિંગમાં માત્ર 164 રન જ બનાવી શકી હતી.

વર્ષ 2006 પછી કોઈ સ્પિનર 10 વિકેટ ઝડપી

નાથન લિયોન વર્ષ 2006 પછી ન્યૂઝીલેન્ડની ધરતી પર 10 વિકેટ લેનારો પ્રથમ સ્પિનર ​​બન્યો છે. વર્ષ 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ સ્પિનરે ન્યૂઝીલેન્ડની ધરતી પર એક જ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લીધી હોય. આ પહેલા ડિસેમ્બર 2006માં ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરીએ શ્રીલંકા સામે 10 વિકેટ ઝડપી હતી. મુથૈયા મુરલીધરને પણ આ જ મેચમાં 10 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા સામે 8 વર્ષ બાદ ઘરઆંગણે હાર્યું ન્યુઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ કેમેરોન ગ્રીને 174 રનની અણનમ ઇનિંગ રમીને મેચમાં ઓસ્ટ્રેલિયાને મજબૂત પકડ અપાવી હતી. પ્રથમ ઇનિંગમાં ટીમે 383 રન બનાવ્યા હતા. નાથન લિયોને 4 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી. ગ્લેન ફિલિપ્સના 71 રનની મદદથી ન્યુઝીલેન્ડની ટીમ 179 રન સુધી પહોંચી હતી. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની 204 રનની જંગી લીડથી કિવી ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી.

ફિલિપે બેટિંગની સાથે બોલિંગમાં પણ દેખાડ્યો દમ

પ્રથમ ઇનિંગમાં બેટિંગમાં કમાલ કર્યા બાદ ગ્લેન ફિલિપે બોલિંગમાં પણ તાકાત બતાવી અને 5 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 164 રનમાં આઉટ કરીને ન્યૂઝીલેન્ડને મેચમાં વાપસી કરાવી હતી. પ્રથમ ઇનિંગમાં ફ્લોપ રહ્યા બાદ કિવી બેટરો બીજી ઇનિંગમાં પણ ફેલ રહ્યા હતા. રચિન રવિન્દ્રએ એકલા હાથે સંઘર્ષ કર્યો અને 59 રન બનાવ્યા પણ તે પૂરતું ન હતું. ઓસ્ટ્રેલિયા માટે લિયોને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

લિયોને ઝડપી 10 વિકેટ

ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર ​​નાથન લિયોને પ્રથમ ઇનિંગમાં પોતાની જબરદસ્ત બોલિંગનું દમ દેખાડ્યું હતું, તે પછી તેણે બીજી ઈનિંગમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યો હતો. તેણે બોલિંગ દરમિયાન 27 ઓવરમાં 65 રન આપીને કુલ 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં લિયોને 8.1 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બંને ઇનિંગ્સમાં મળીને 10 વિકેટ લેનાર આ અનુભવી સ્પિનરે ટીમને મેચમાં જીત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયાના જાદુઈ સ્પિનર સામે ન્યૂઝીલેન્ડના બેટર ઘૂંટણીએ, 10 વિકેટો ઝડપી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ 2 - image


Google NewsGoogle News