Get The App

બુમરાહે સર્જ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ હાંસલ કરનારો દુનિયાનો પહેલો બોલર બન્યો

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
બુમરાહે સર્જ્યો ઇતિહાસ, આવી સિદ્ધિ હાંસલ કરનારો દુનિયાનો પહેલો બોલર બન્યો 1 - image


Image: Facebook

Jasprit Bumrah Created History: ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અત્યાર સુધી સફળ રહ્યો છે. તે એક બાદ એક દમદાર પ્રદર્શન કરતો જઈ રહ્યો છે. બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં બુમરાહ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો. તેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી જેમાં બીજી ઈનિંગમાં 5 વિકેટ પણ સામેલ રહી એટલે કે બુમરાહે આ સીરિઝમાં ત્રીજી વખત 5 વિકેટ હોલ પોતાના નામે કરી. આ પ્રદર્શનની સાથે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે એક એવું કારનામું કર્યું જે આ પહેલા કોઈ પણ ઝડપી બોલર કરી શક્યો નહોતો. 

જસપ્રીત બુમરાહે WTC માં રચ્યો ઈતિહાસ

જસપ્રીત બુમરાહના ટેસ્ટ કરિયરની 13મી 5 વિકેટ હોલ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ ચોથી વખત તેણે એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે. ખાસ વાત એ પણ છે કે કાંગારુ ટીમ વિરુદ્ધ તેની તમામ 5 વિકેટ હોલ ઓસ્ટ્રેલિયામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ 10મી તક છે જ્યારે જસપ્રીત બુમરાહે એક ઈનિંગમાં 5 વિકેટ લીધી. આ સાથે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 10 વખત 5 વિકેટ હોલ લેનાર પહેલો ઝડપી બોલર બની ગયો છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન બીજા નંબરે છે. તેણે 9 વખત આ કમાલ કરી છે. 

આ પણ વાંચો: જે લોકો કહેતા હતા કે હું નહીં રમી શકું...: ટ્રોલર્સને નીતિશ રેડ્ડીનો જડબાતોડ જવાબ, પિતાના ત્યાગ વિશે કર્યું વર્ણન

આ દિગ્ગજોની લિસ્ટમાં પણ થયો સામેલ

બુમરાહ SENA દેશોમાં એશિયાઈ ખેલાડી તરીકે સૌથી વધુ 5 વિકેટ હોલ લેનાર ત્રીજો બોલર બની ગયો છે. તેણે 9મી વખત SENA દેશમાં આ કારનામું કર્યું છે. આ લિસ્ટમાં હવે માત્ર મુથૈયા મુરલીધરન અને વસીમ અકરમ જ તેનાથી આગળ છે. મુથૈયા મુરલીધરને 10 વખત અને વસીમ અકરમે 11 વખત SENA દેશોમાં 5 વિકેટ હોલ પોતાના નામે કરી હતી. 

ઓવરસીઝ એટલે કે ઘર બાદ બુમરાહે 11 મી વખત 5 વિકેટ હોલ કરી છે. બુમરાહ ઓવરસીઝમાં એશિયાઈ ખેલાડી તરીકે સૌથી વધુ વખત 5 વિકેટ હોલ લેનાર સંયુક્ત રીતે ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની સરખામણી કરી છે. ઈમરાન ખાને પણ ઓવરસીઝમાં 11 વખત 5 વિકેટ હોલ લીધી હતી. વસીમ અકરમ આ લિસ્ટમાં બીજા નંબરે છે. જેણે નામ ઓવરસીઝમાં 14 પાંચ વિકેટ હોલ નોંધી છે. બીજી તરફ મુથૈયા મુરલીધરન 15 વખત આવું કરવામાં સફળ રહ્યો હતો. 


Google NewsGoogle News