Get The App

Budget 2025: રમતવીરો માટે બમ્પર બજેટ! યુવા અને રમત મંત્રાલય માટે 3794 કરોડ ફાળવાયા

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News

Budget 2025: રમતવીરો માટે બમ્પર બજેટ! યુવા અને રમત મંત્રાલય માટે 3794 કરોડ ફાળવાયા 1 - image

3794 crores given to Ministry of Youth & Sports in Budget 2025 : વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટને આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યું હતું. આ બજેટ પર સામાન્ય માણસની ઘણી આશા ટકેલી હતી. સરકારે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપતાં 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ હટાવી દીધો છે. આ દરમિયાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં રમતગમત અને યુવા બાબતો માટે ફાળવણીમાં રૂ. 351.98 કરોડનો વધારો કર્યો છે.     

યુવા અને રમતગમત મંત્રાલય માટે કુલ 3442.32 કરોડ મંજૂર

સરકારે આ બજેટમાં રમતગમત વિભાગને ઘણી મોટી રકમ ફાળવી છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય માટે 3794.30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગત નાણાકીય વર્ષની તુલનામાં 351.98 કરોડ રૂપિયા વધુ છે. અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે બજેટમાં રમતગમત મંત્રાલય માટે કુલ 3442.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. 

'ખેલો ઇન્ડિયા'ને અપાયો બજેટનો સૌથી મોટો હિસ્સો

રમતગમત વિભાગ માટે આપવામાં આવેલા બજેટનો સૌથી મોટો હિસ્સો 'ખેલો ઇન્ડિયા'ને આપવામાં આવ્યો છે. 'ખેલો ઇન્ડિયા'ને 1000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે વર્ષ 2024-25માં આપવામાં આવેલી 800 કરોડની ગ્રાન્ટ કરતાં 200 કરોડ વધુ છે. રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન માટેની રકમ 340 કરોડ વધારીને 400 કરોડ કરી દેવામાં આવી છે. આ વધારો ઘણો મહત્ત્વપૂર્ણ છે કારણ કે આવતા વર્ષે ઓલમ્પિકસ, કોમનવેલ્થ અને એશિયન ગેમ જેવી કોઈ મોટી ટુર્નામેન્ટ યોજાવાની નથી. પરંતુ સરકારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના હિતમાં આ નિર્ણય લીધો હતો. સરકારે પાછલા અનેક વર્ષોથી 'ખેલો ઇન્ડિયા'માં ભારે રોકાણ કર્યું છે. કારણ કે, આ કાર્યક્રમ દેશના તમામ ભાગોમાંથી પ્રતિભાઓને આગળ લાવવાનું કામ કરે છે.                  

બજેટ વધુ ફળવાતાં અનેક યુવાનોની પ્રતિભા બહાર આવશે

ભારતીય એથ્લીટો એ પેરિસ ઓલમ્પિકસ અને પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 'ખેલો ઇન્ડિયા' જેવા કાર્યક્રમોને વધુ નાણા ફાળવાતા અનેક યુવાનોની પ્રતિભા બહાર આવશે. અહીં તમને જણાવી દઈએ કે, ઓલમ્પિક્સ જેવી મોટી ઇવેન્ટ્સની તૈયારી કરવા માટે એથ્લીટોનો વિદેશ જવાનો ખર્ચ રમતગમત મંત્રાલય ઉઠાવે છે. ભારત વર્તમાનમાં વર્ષ 2036 માટે ઓલમ્પિકસ ગેમની યજમાની મેળવવાનું પ્રયત્ન કરી રહ્યું છે.Budget 2025: રમતવીરો માટે બમ્પર બજેટ! યુવા અને રમત મંત્રાલય માટે 3794 કરોડ ફાળવાયા 2 - image



Google NewsGoogle News