World Cup 2023 : ભારત સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડ ટીમમાં રિપ્લેસમેન્ટનું એલાન, કર્યો સ્ક્વૉડમાં ફેરફાર

ઇંગ્લેન્ડ ક્રિકેટે આ ફેરફારની જાણકારી આજે સોશ્યલ મીડિયા પર આપી હતી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારત સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડ ટીમમાં રિપ્લેસમેન્ટનું એલાન, કર્યો સ્ક્વૉડમાં ફેરફાર 1 - image
Image:IANS

World Cup 2023 Replacement In England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI World Cup 2023માં 22 ઓક્ટોબરે લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ રમાનાર છે. આ સામે રમાનાર મેચ પહેલા ઇંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર થયો છે. ઇંગ્લેન્ડની ટીમે ટુર્નામેન્ટ દરમિયાન સ્ક્વોડમાં ફેરફાર કર્યો છે. રીસ ટોપલીના ઈજાગ્રસ્ત થવાથી તે ODI World Cup 2023ની ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. તેની જગ્યા(Brydon Carse Will Replace Reece Topley)એ બ્રાયડન કારસેને ટીમમાં સામેલ કરવામાં આવશે.

ટોપલીને સાઉથ આફ્રિકા સામે મેચ દરમિયાન ઈજા થઇ

ઇંગ્લેન્ડ ક્રિકેટે આ ફેરફારની જાણકારી આજે સોશ્યલ મીડિયા પર આપી હતી. રીસ ટોપલીને સાઉથ આફ્રિકા સામે મેચ દરમિયાન ઈજા થઇ હતી. આ ઈજાના કારણે તે થોડા સમય માટે મેદાનની બહાર પણ હતો. જો કે હાથ પર ટેપિંગ કરીને તેણે તેની બાકીના ઓવર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બોલિંગ કરવામાં અસમર્થ રહ્યો.

સાઉથ આફ્રિકા સામે ટોપલીએ 3 વિકેટ ઝડપી

સાઉથ આફ્રિકા સામે રીસ ટોપલીએ 8.5 ઓવરમાં 88 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ઇંગ્લેન્ડને 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 170 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

World Cup 2023 : ભારત સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડ ટીમમાં રિપ્લેસમેન્ટનું એલાન, કર્યો સ્ક્વૉડમાં ફેરફાર 2 - image


Google NewsGoogle News